
ગુજરાત હાઇકોર્ટના હુકમની અવગણના બદલ વકફ બોર્ડના સભ્યો અને મુખ્ય કારોબારી અધિકારી સામે હાઇકોર્ટે કન્ટેમ્પટની નોટિસ કાઢી હતી. જાણી જોઈને હાઈકોર્ટના હુકમની અવગણના કરવા બદલ વકફ બોર્ડના સભ્યો વિરુદ્ધ હાઇકોર્ટની કાર્યવાહી.
હાઇકોર્ટમાં 400 વર્ષ જૂની અમદાવાદની પીર નાજુમિયા દરગાહન વકફ સ્કીમ ફોર્મેશનના વિવાદનેમ લઈને હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. સુનાવણી વિના જ એક પક્ષકારની સ્કીમ અરજી મંજૂર કરાઇ હોવાના આક્ષેપ સાથે અરજી કરવામાં આવી હતી. હાઇકોર્ટે અગાઉ પીર નજુમિયા દરગાહની સ્કીમ વકફ અધિનિયંની કલમ 69 હેઠળ ફરીથી નિમવા હુકમ કરાયો હતો. વકફ બોર્ડ દ્વારા 22 જાન્યુઆરીના સુનાવણીની નોટિસ કાઢ્યા વિના જ તમામ સભ્યો દ્વારા એક પક્ષકારની અરજી મંજૂર કરી બીજા પક્ષકારોની અરજી રદ્દ કરવામાં આવી હતી. જેણે પગલે હાઇકોર્ટે જાણીજોઈને અને ઇરાદાપૂર્વક અવગણના બદલ વકફ બોર્ડના સભ્યો અને મુખ્ય કારોબારી અધિકારી સામે હાઇકોર્ટે કન્ટેમ્પટની નોટિસ કાઢી હતી. 24 જૂન 2025ના રોજ આગામી સુનાવણી હાથ ધરવામાં આવશે.