
પાકિસ્તાને આજે રાત્રે જમ્મુ, પઠાનકોટ અને જેસલમેર સહિત સંખ્યાબંધ શહેર પર હુમલો કરવાનો દુસ્હાસ કર્યું હતું. જોકે ભારતની S-400 સિસ્ટમે પાકિસ્તાનની 8 મિસાઈલોને તોડી પાડી ગયું હતું. આ સાથે પાકિસ્તાનના ત્રણ ફાઈટર જેટ્સ પણ તોડી પાડ્યા છે. તો બીજી તરફ ભારતે જવાબી હુમલો કરવાનો શરૂ કર્યો છે.
આખા લાહોરમાં અંધારપટ છવાઈ ગયો
ભારતે લાહોર પર મોટો હુમલો કર્યો છે. ભારતે લાહોર પર અનેક ઝડપી હવાઈ હુમલા કર્યા. ભારતના હુમલા પછી, આખા લાહોરમાં અંધારપટ છવાઈ ગયો છે. ભારતે લાહોર પર મિસાઇલો અને ડ્રોનથી હુમલો કર્યો.
એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ તોડી પાડી
ભારતની જવાબી કાર્યવાહીથી પાકિસ્તાનની સૌથી અપડેટેડ એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ (AWACS) નાશ પામી છે. આ સંરક્ષણ પ્રણાલીને પાકિસ્તાનની દેખરેખ અને યુદ્ધ નિયંત્રણ ક્ષમતાઓનો એક મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે.ભારતના વળતા હુમલા બાદ પાકિસ્તાનમાં ગભરાટનો માહોલ છે. લાહોર, ઇસ્લામાબાદ, કરાચી અને બહાવલપુરમાં સાયરન વાગી રહ્યા છે. પાકિસ્તાન પર હુમલો કરવા માટે રાજસ્થાનથી ફાઇટર જેટ્સ ઉડાન ભરી ચૂક્યા છે.