Home / Gujarat / Rajkot : 'This is the only war seen in 240 seats',

'240 સીટમાં આટલું જ યુદ્ધ જોવા મળે', ભાજપના કોર્પોરેટરની પોસ્ટ પર વિવાદ

'240 સીટમાં આટલું જ યુદ્ધ જોવા મળે', ભાજપના કોર્પોરેટરની પોસ્ટ પર વિવાદ

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકીઓએ નિર્દોષ ભારતીયોની હત્યા કરી હતી. તો બીજી તરફ આ હત્યાનો બદલો લેવા માટે ભારતે પાકિસ્તાન અને POKમાં  9 આતંકી ઠેકાણાઓને ટાર્ગેટ કર્યા હતા, જેમાં 100થી વધુ આતંકીઓ માર્યા ગયા હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ભારતના હુમલા બાદ પરિસ્થિતિ વણસી હતી

ત્યારબાદ  ભારત- પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ હતી. રાજકોટમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની યુદ્ધ જેવી સ્થિતિ અને ‘ઓપરેશન સિંદૂર’ના સંદર્ભમાં વોર્ડ નં. 10ના ભાજપ કોર્પોરેટર દ્વારા કરવામાં આવેલી એક  વિવાદાસ્પદ સોશિયલ મીડિયા પોસ્ટે રાજકીય વાતાવરણ ગરમાવ્યું છે.

240 સીટમાં આટલું જ યુદ્ધ જોવા મળે

આ પોસ્ટમાં કોર્પોરેટરે લખ્યું હતું 240 સીટમાં આટલું જ યુદ્ધ જોવા મળે, આખું જોવું હોય તો 400 સીટ આપવી પડે.જેનો સીધો સંદર્ભ લોકસભા ચૂંટણી 2024માં ભાજપને મળેલી 240 બેઠકો અને તેના ‘400 પાર’ના નારા સાથે જોડાયેલો લાગે છે. આ નિવેદનને રાષ્ટ્રીય સુરક્ષા અને યુદ્ધ જેવા સંવેદનશીલ મુદ્દા સાથે રાજકારણને જોડવાનો પ્રયાસ ગણાવીને વિવાદ ઊભો થયો છે.

Related News

Icon