Home / World : B2 bomber drops devastating 'bunker buster' in USA

USAમાં B2 બોમ્બર વિમાને વિનાશક 'બંકર બસ્ટર' ઝીંક્યો, જાણો શું છે તેની વિશેષતા

USAમાં  B2 બોમ્બર વિમાને વિનાશક 'બંકર બસ્ટર' ઝીંક્યો, જાણો શું છે તેની વિશેષતા

અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. જેમાં ફોર્ડો, નતાન્ઝ અને ઈસ્હાનના પરમાણુ ઠેકાણાઓનો સમાવેશ થાય છે. આ હુમલાઓ અમેરિકાની વાયુસેનાએ ફાઈટર જેટ B2 બોમ્બર દ્વારા કરાયો છે. અહેવાલો અનુસાર, ફાઈટર જેટ B2 બોમ્બર્સે આ ત્રણ સ્થળો પર હજારો કિલોગ્રામ બોમ્બ ફેંક્યા છે, જે બંકર બસ્ટર બોમ્બ તરીકે ઓળખાય  છે. આ બોમ્બને મેસિવ ઓર્ડનન્સ પેનિટ્રેટર (MOP) પણ કહેવામાં આવે છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મેસિવ ઓર્ડનન્સ પેનિટ્રેટર શું છે?

અહેવાલો અનુસાર, મેસિવ ઓર્ડનન્સ પેનિટ્રેટર (MOP) એ 30,000 પાઉન્ડ (13607 કિગ્રા)નો બોમ્બ છે જે ખાસ કરીને અંડરગ્રાઉન્ડ ઠેકાણાઓને ખતમ કરી શકે છે. આ બોમ્બ અત્યંત મજબૂત સ્ટીલ એલોયથી બનેલો છે જે તેને જમીનની અંદર સેંકડો ફૂટ સુધી પ્રવેશવાની ક્ષમતા ધરાવે છે.  

બંકર બસ્ટર 200 ફૂટની ઊંડાઈ સુધી જઈ શકે છે

અત્યાર સુધી કોઈપણ યુદ્ધમાં બંકર બસ્ટર બોમ્બના ઉપયોગ વિશે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી, પરંતુ લશ્કરી નિષ્ણાતો માને છે કે આ બોમ્બ હવે પહેલા કરતા વધુ અદ્યતન અને અસરકારક બની ગયો છે. આ બોમ્બ લગભગ 200 ફૂટની ઊંડાઈ સુધી ઘૂસી શકે છે, અને છેલ્લા 20 વર્ષમાં તેના વિકાસથી તેની ક્ષમતાઓમાં વધુ વધારો થયો છે.

B2 બોમ્બર્સમાંથી બંકર બસ્ટર છોડી શકાય છે

અમેરિકાની સેના પાસે  હાલમાં 19 ઓપરેશનલ B2 બોમ્બર્સ છે. તેઓ સબસોનિક સ્પીડથી ઉડે છે પરંતુ તેમની રેન્જ લાંબી છે. 1990 ના દાયકામાં કોસોવો યુદ્ધ દરમિયાન, B2 પાઇલટ્સે અમેરિકાના મિઝોરીમાં વ્હાઇટમેન એરફોર્સ બેઝથી ઉડાન ભરી હતી અને સીધા લક્ષ્યોને નિશાન બનાવ્યા હતા. વર્ષ 2017માં બે B2 બોમ્બર્સે લિબિયામાં ઇસ્લામિક સ્ટેટ કેમ્પ પર હુમલો કરવા માટે 34 કલાક ઉડાન ભરી હતી.

Related News

Icon