Home / World : Fordow, Natanz and Isfahan...US Air Force blasts Iran's three nuclear sites

ફોર્ડો, નતાન્ઝ અને ઇસ્ફહાન...ઈરાનના ત્રણ પરમાણુ સ્થળોને Us Air Forceએ વિસ્ફોટોથી ઉડાવ્યા, અમેરિકાનો સૌથી મોટો હવાઈ હુમલો

ફોર્ડો, નતાન્ઝ અને ઇસ્ફહાન...ઈરાનના ત્રણ પરમાણુ સ્થળોને Us Air Forceએ વિસ્ફોટોથી ઉડાવ્યા, અમેરિકાનો સૌથી મોટો હવાઈ હુમલો

અમેરિકા ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં ઉતરી ગયું છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમની વાયુસેનાએ ફોર્ડો, નાતાન્ઝ અને એસ્ફહાન પરમાણુ સ્થળો પર હુમલો કર્યો હતો. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે અમેરિકાએ ઈરાનના ત્રણ મુખ્ય પરમાણુ સ્થળો - ફોર્ડો, નતાન્ઝ અને ઇસ્ફહાન પર મોટો અને સફળ હવાઈ હુમલો કર્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

બધા ફાઇટર પ્લેન હવે સુરક્ષિત રીતે ઈરાની હવાઈ ક્ષેત્ર છોડી ચૂક્યા છે

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે બધા ફાઇટર પ્લેન હવે સુરક્ષિત રીતે ઈરાની હવાઈ ક્ષેત્ર છોડી ચૂક્યા છે અને તેમના બેઝ પર પાછા ફરી રહ્યા છે. તેમણે કહ્યું કે દુનિયાની બીજી કોઈ સેનામાં આવી ક્ષમતા નથી. તેમણે તેને અમેરિકાની લશ્કરી શક્તિની મોટી સિદ્ધિ ગણાવી અને હવે શાંતિની અપીલ કરી છે. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે ઇઝરાયલ ઇરાનના પરમાણુ કાર્યક્રમ અંગે ચિંતિત છે.

અમેરિકાએ B2 બોમ્બરથી ઈરાન પર હવાઈ હુમલો કર્યો

યુએસ વાયુસેનાએ B2 બોમ્બરનો ઉપયોગ કરીને ત્રણ પરમાણુ પ્લાન્ટ પર બોમ્બ ફેંક્યા છે. આ હવાઈ હુમલા બાદ અમેરિકાએ મધ્ય પૂર્વમાં સ્થિત તેના તમામ એરબેઝ પર હાઈ એલર્ટ જારી કર્યું છે. હવે, સ્થાનિક સમય મુજબ, ટ્રમ્પ રાત્રે 10 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે. તેમનું સંબોધન ભારતીય સમય મુજબ સવારે 7.30 વાગ્યે થશે.

Related News

Icon