
ઈઝરાયેલ-ઈરાન યુદ્ધની અસર ચોખાના નિકાસકારોપર જોવા મળી રહી છે. ઓલ ઈન્ડિયા રાઈસ એક્સપોર્ટસ એસોસિએશનના જણાવ્યા અનુસારપ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને કારમે ઈરાનને મોકલવામાં આવનારાા લગભગ એક લાખ ટન બાસમતી ચોખા ભારતીય પોર્ટ પર ફસાયેલા છએ. ભારત માટે સાઉદી અરબ પછી ઈરાન બાસમતી ચોખાનું સૌથી મોટું બજાર છે.
કુલ આયાતના લગભગ 18થી 20 ટકા થાય
ફસાયેલા બાસમતી ચોખાનો જથ્થો ઈરાનની કુલ આયાતના લગભગ 18થી 20 ટકા થાય છે. જે એક મહત્ત્વપૂર્ણ વેપાર ભાગીદાર છે, ગોયલે જણાવ્યું કે બાસમતી ચોખાનો સંપૂર્ણ જથ્થે ગુજરાતના કંડલા અને મુંદ્રા પોર્ટ પર પડ્યો છે. મધ્ય પૂર્વ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે ઈરાન જવા જહાજ અને વીમા કવરેજ ઉપલબ્ધ નથી. સ્ટાન્ડર્ડ શિપિંગ વીમા પોલીસીઓમાં સામાન્ય રીતે આંતરાષ્ટ્રીય યુદ્ધ માટે કવરેજ સામેલ કરવામાં આવતું નથી. જેના કારણે નિકાસકારો પોતાનો માલ આગળ મોકલી શકતા નથી.