Home / Entertainment : Bollywood singer B Prakash has a luxurious collection worth crores of rupees

બોલીવુડ સિંગર બી પ્રાક પાસે છે કરોડો રૂપિયાનું લકઝયુરિયસ કલેક્શન, શૂઝનું કલેક્શન જાણી ચોંકી જશો

બોલીવુડ સિંગર બી પ્રાક પાસે છે કરોડો રૂપિયાનું લકઝયુરિયસ કલેક્શન, શૂઝનું કલેક્શન જાણી ચોંકી જશો

બોલિવૂડના પ્રખ્યાત સિંગર બી પ્રાકે પોતાના ગીતોથી લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે. તેમની ફેનફોલોઇંગ પણ જોરદાર છે. બી પ્રાક ઇન્ડિયન મ્યુઝિક ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. ફેમ સાથે બી પ્રાકે પોતાના ગીત અને કોન્સર્ટ સાથે પૈસા પણ એટલા કમાયા છે. સિંગર પાસે અનેક લગ્ઝરી ગાડી, ઘડિયાળ અને કપડા સિવાય અનેક વસ્તુનું શાનદાર કનેક્શન છે, જેના વિશે જાણ્યા બાદ લોકો ચોંકી જશે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

500થી વધુ બ્રાન્ડેડ શૂઝ

બી પ્રાકે એક ઈન્ટરવ્યુમાં પોતાની લગ્ઝરી વસ્તુના શોખ વિશે જણાવ્યું હતું. તેણે કહ્યું કે, 'મારી પાસે 500થી વધારે બ્રાન્ડેડ શૂઝનું કલેક્શન છે. એવા પણ શૂઝ છે, જે મેં હજુ સુધી પહેર્યા પણ નથી. રૅપર બાદશાહ પાસે મારી કરતા પણ વધારે ઓછામાં ઓછા હજાર શૂઝ છે. એક્ટર રણવીર સિંહ અને ડિરેક્ટર કરણ જૌહર પાલે પણ મારા કરતા વધારે શૂઝ છે.'

150-200 ચશ્માનું કલેક્શન

બી પ્રાકે આ વિશે વધુ વાત કરતા કહ્યું કે, 'મારી પાસે 3 બ્રાન્ડેડ ઘડિયાળ સિવાય 150-200 ચશ્માનું કલેક્શન છે. આ બધાનો મને ખૂબ શોખ છે. જોકે, મારી પાસે કપડાનું કલેક્શન ખૂબ ઓછું છે. હું પરફોર્મન્સમાં પહેરેલા કપડા ઘરે પણ પહેરી લઉ છું અને બાદમાં કોઈને આપી દઉ છું.'

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ફિલ્મ 'કેસરી'નું 'તેરી મિટ્ટી મેં...' ગીતથી બી પ્રાકને વધુ ફેમ મળી હતી. વળી, 'એનિમલ'માં તેનું ગીત 'સબ કુછ હી મિટા દેંગે...' પણ સુપર હીટ રહ્યું હતું. 

 

Related News

Icon