Home / Gujarat / Narmada : Water cooler closed in the three-storey building of District Panchayat

Narmada News: જિલ્લા પંચાયત ભવન ત્રણ માળની બિલ્ડિંગમાં વોટરકૂલર બંધ VIDEO

નર્મદા જિલ્લાના તિલકવાડા, નાંદોદ, ગરૂડેશ્વર દેડિયાપાડા સાગબારા તાલુકામાંથી ગ્રામજનો સરપંચો અને શિક્ષકો કામ અર્થે જિલ્લા પંચાયત આવે છે. ત્યારે તેઓને પીવા માટે પાણીના જગ પણ મૂકવામાં આવતા નથી. જે કચેરી આખા જિલ્લાને પાણી પૂરું પાડે છે. તે કચેરી જિલ્લા પંચાયતમાં આવતા લોકોને પીવાનું પાણી મળે તેવી વ્યવસ્થા કરાતી નથી. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અધિકારીઓ બોલવા તૈયાર નહી

કૂલરની આજુબાજુ ગંદકી અને જાળિયા જોવા મળી રહ્યા છે જ્યારે  સ્વચ્છતા ના પાઠ શીખવતી જિલ્લા પંચાયત કચેરી માં વોટરકુલર ની આસપાસ ગંદકી જોવા મળે છે. વર્ષોથી બગડેલા વોટરકુલર રિપેર કરાવવા માટે અધિકારીઓ ધ્યાન આપતા નથી. સરકાર કરોડો રૂપિયા ગ્રાન્ટ પ્રજાની સુવિધા માટે આપે છે. ત્યારે નર્મદા જિલ્લા પંચાયતમાં વોટરકુલર બંધ હાલતમાં હોય લોકો બહારથી આવે છે. ત્યારે ઘરેથી પાણી લઈને આવે છે. જ્યારે આ બાબતે કોઈપણ અધિકારી કાંઈ પણ બોલવા તૈયાર નહોતા 

Related News

Icon