સુરેન્દ્રનગરના વસ્તડી ગામના ક્રોજવે પર પાણી ફરી વળ્યાં છે. જેને પગલે 20થી વધુ ગામો સંપર્ક વિહોણા થયા છે. જણાવી દઈએ કે, 20થી વધુ ગામોમાં જવા માટે એક માત્ર કોઝ વે હતો. જેના ઉપર પાણી ફરી વળતાં લોકોને હાલાકી પડી રહી છે. લોકો ધસમસતા પાણી વચ્ચે પણ કોઝ વે પરથી જીવના જોખમે આવન જાવન કરી રહ્યા છે. આવી જોખમી સ્થિતિમાં પોલીસ બંદોબસ્ત ગોઠવામાં ન આવતા લોકો જીવના જોખમે કોઝવેમાંથી પસાર થઇ રહ્યા છે.