છેલ્લા કેટલાય દિવસથી ડાંગ અને ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદથી ડાંગનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યુ છે.અને કુદરતી સૌંદર્ય માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ડાંગ પહોંચ્યા છે..ઉપરવાસમાં વરસાદથી ડાંગના તમામ ધોધ ખીલી ઉઠ્યા છે.
પૂર્ણા, અંબિકા, ગીરા , ખાપરી સહિતની નદીઓ બે કાંઠે
પૂર્ણા, અંબિકા, ગીરા , ખાપરી સહિતની નદીઓ બે કાંઠે વહી રહી છે..આ સાથે જ વનરાજી ખીલી ઉઠતા પ્રકૃતિએ જાણે કે લીલી ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો જોઈ શકાય છે. ડાંગના સાતપુરાના તમામ ડુંગરાઓ હરિયાળીથી ઢંકાઈ ગયા છે.ડાંગના સર્પાકાર રસ્તાઓ પર ક્યાંક ક્યાંક ખીલી ઉઠેલા ઝરણાઓ મનમોહક લાગે છે.
ગિરમાળ ગીરા ધોધ અદભુત નજારો મળ્યો જોવા
ગિરમાળ ગીરા ધોધ જતા પહેલા ગીરા નદી પર આવેલું અન્ય આકર્ષક સ્થળ એવા વનદેવીનો નેકલેસની વાત કરીએ તો ચોમાસાની ઋતુ દરમિયાન નદીના યુટર્ન આકારમાં ડહોળુ પાણી લીલીછમ વનકન્દ્રાઓની સુંદરતામાં વધારો કરે છે. આ લીલી વનકન્દ્રાઓને ગીરા નદીના પાણીથી ભરેલો યુટર્ન આકાર વનદેવીના નેકલેસ તરીકે પ્રવાસીઓની નજરને ઠરીઠામ બનાવે છે.અને પ્રવાસીઓ આ યાદગાર ક્ષણને મોબાઈલ કેમરેમાં કેદ કરતા જોવા મળે છે..