બિહારના મોતીહારીમાંથી એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે. મોતીહારીના એક ગામમાં જાન લઈને આવેલા વરરાજા અને જાનૈયાઓને બંધક બનાવવામાં આવ્યા હતા. હકીકતમાં જ્યારે માળા વિધી પૂરી થયા પછી કન્યાએ માત્ર એટલા માટે લગ્ન કરવાની ના પાડી દીધી, કારણ કે તેને ખબર પડી કે છોકરો સંપૂર્ણપણે અભણ છે અને પૈસા પણ ગણી શકતો નથી. એ પછી બંને પક્ષો વચ્ચે ખૂબ તણાવ વધી ગયો હતો. દલીલ વધતાં મામલો એટલો બગડ્યો કે ગામલોકોએ આખીરાત વરરાજા પક્ષને બંધક બનાવી રાખ્યો. બીજા દિવસે પોલીસની દરમિયાનગીરી બાદ વરરાજા અને જાનૈયાઓને મુક્ત કરાયા હતા. ત્યાર બાદ જાનૈયાઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

