Home / Religion : This zodiac sign works abroad.

9 એપ્રિલ 2025, બુધવારનું રાશિફળ, આ રાશિના જાતકોનું  વધશે માન-સન્માન

9 એપ્રિલ 2025, બુધવારનું રાશિફળ, આ રાશિના જાતકોનું  વધશે માન-સન્માન
મેષ : આપની બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી લાભ-ફાયદો રહે.
 
વૃષભ : નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા રહે અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા આપને સતાવ્યા કરે. ઉચાટ રહે.
 
મિથુન : આપના કામમાં ઉપરી વર્ગ-સહકાર્યકર વર્ગ-નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામ થાય.
 
કર્ક : આપને કામકાજમાં સાનુકૂળતા મળી રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. આનંદ રહે.
 
સિંહ : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ અનુભવો. રાજકીય-સરકારી કામકાજ થઈ શકે.
 
કન્યા : કોર્ટ-કચેરીના કામમાં આપે ઉતાવળ કરવી નહીં. હરિફવર્ગ-ઈર્ષ્યા કરનાર વર્ગ આપની મુશ્કેલીમાં વધારો કરે.
 
તુલા : આપના કાર્યમાં સંતાનનો સાથ-સહકાર મળતાં રાહત રહે. પરદેશના કામકાજ અંગેની મિલન-મુલાકાત થઈ શકે.
 
વૃશ્ચિક : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. પરંતુ કામ અંગેની દોડધામ-વ્યસ્તતા-શ્રમમાં વધારો થાય.
 
ધન : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સહકાર મળી રહે.
 
મકર : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેનીનો અનુભવ થાય. તબીયતની અસ્વસ્થતાને લીધે કામ કરવાની ઈચ્છા ના થાય.
 
કુંભ : આપના કામમાં અન્યનો સહકાર મળી રહે. રાજકીય-સરકારી કામમાં સાનુકૂળતા જણાય. પરદેશના કામ થાય.
 
મીન : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો થાય.
 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon