અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્રએ વ્હાઇટ હાઉસના એડવાઇઝરી બોર્ડ ઑફ લે લીડર્સમાં બે એવા વ્યક્તિની નિયુક્તિ કરી છે, જેના કથિત રૂપે ઇસ્લામી જેહાદી સંગઠનો સાથે સંબંધ છે. તેમાંથી એક ઇસ્માઇલ રૉયર છે, જે પહેલા રેંડેલ રૉયરના નામે જાણીતો હતો અને બીજો પ્રસિદ્ધ મુસ્લિમ સ્કૉલર અને જાયતૂના કૉલેજના સહ-સંસ્થાપક શેખ હમઝા યૂસુફ છે.

