Israel-Gaza War: ઈઝરાયલે ફરી ગાઝામાં ભયાનક હુમલો કર્યો છે. ઈઝરાયેલી સેનાએ ગાઝામાં 100 ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે, જેમાં 17 મહિલાઓ, 10 બાળકો સહિત 40 લોકોનાં મોત થયા છે. એકતરફ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ વોશિંગ્ટન જઈને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બે વખત મુલાકાત કરી છે. અમેરિકા ઈઝરાયલ-હમાસનું યુદ્ધ બંધ કરાવવા સંઘર્ષ વિરામ યોજનાને અંતિમ રૂપ આપવામાં માંગે છે, તો બીજીતરફ ગાઝામાં રોજબરોજ થતા હુમલાઓમાં અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે.

