
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિના રૂપમાં શપથ લીધા છે. શપથ બાદ ટ્રમ્પે કહ્યું કે અમેરિકાનો ગોલ્ડન યુગ શરૂ થઇ ગયો છે. શપથ લીધાના થોડીવાર બાદ જ રાષ્ટ્રપતિ ટ્રમ્પે કેટલાક આદેશો પર સહી કરી હતી. ટ્રમ્પે કેટલાક કડક નિર્ણય પણ લીધા છે જેની આશંકા વ્યક્ત કરવામાં આવતી હતી.
શપથ ગ્રહણ સમારંભ બાદ ટ્રમ્પ ઓવલ ઓફિસ પહોંચ્યા હતા અને તેમને કેટલાક કાર્યકારી આદેશો પર સહી કરી હતી. બાઇડ સરકારના 78 નિર્ણયને ટ્રમ્પે રદ કરી નાખ્યા હતા. ટ્રમ્પે કહ્યું કે હું સૌથી પહેલા બાઇડન તંત્રમાં લાગુ થયેલા 80 નિર્ણયને રદ કરીશ જે અમેરિકાના વિકાસમાં વિઘ્ન બની રહ્યાં છે.
ટ્રમ્પે કઇ કઇ ફાઇલો પર સહી કરી?
- રાષ્ટ્રપતિ ટ્રમ્પે 6 જાન્યુઆરી, 2021ના રોજ કેપિટોલ હિલ પર થયેલા હુમલાના દોષિત 1,500 લોકોને માફ કરવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા.
- ટ્રમ્પે વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)માંથી અમેરિકાને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરવા માટે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા.
- ડ્રગ્સ તસ્કરોને આતંકવાદી જાહેર કરવામાં આવશે.
- મેક્સિકો સરહદ પર દિવાલ બનાવવામાં આવશે. મેક્સિકો અને કેનેડા પર 25 ટકા ટેરિફ લાદવામાં આવશે.આ નિયમ આવતા મહિના (ફેબ્રુઆરી) થી અમલમાં આવે તેવી અપેક્ષા છે.
- અમેરિકા પેરિસ ક્લાઈમેટ એગ્રીમેન્ટમાંથી બહાર થઈ જશે.
- ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાની યોજના રદ કરવામાં આવશે.
- અમેરિકા-મેક્સિકો સરહદ પર રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી છે.
- અમેરિકામાં જન્મજાત નાગરિકતાનો અધિકાર સમાપ્ત .
- ડોનાલ્ડ ટ્રમ્પે થર્ડ જેન્ડરને સમાપ્ત કરી દીધો છે.અમેરિકામાં હવે ફક્ત બે જ જાતિ રહેશે.
વિશ્વના દેશોએ આબોહવા પરિવર્તનની ખરાબ અસરોથી બચવા માટે વૈશ્વિક તાપમાનને ઔદ્યોગિક-પૂર્વ સ્તર કરતા 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત રાખવા માટે આ કરાર કર્યો છે. ટ્રમ્પે આ સોદાને છેતરપિંડી ગણાવી છે. રાષ્ટ્રપતિ બન્યા પછી ટ્રમ્પ અન્ય કેટલાક ઝડપી નિર્ણયો લેવાના છે.
મૃત્યુદંડ ફરીથી લાગુ કરીશું
અમેરિકામાં જન્મેલા લોકો અમેરિકન નાગરિકતા મેળવે છે, ભલે તેમના માતાપિતા અમેરિકન ન હોય. ટ્રમ્પે દક્ષિણ મેક્સિકો સરહદ પર રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે. ત્યાં સશસ્ત્ર દળો મોકલવામાં આવશે. અમેરિકા એવી નીતિ ફરીથી લાગુ કરશે જે આશ્રય શોધનારાઓને મેક્સિકોમાં રાહ જોવાની ફરજ પાડે છે. મૃત્યુદંડને ફરીથી સ્થાપિત કરીશું, જેને બાઇડને સ્થગિત કરી દીધો હતો.