Home / World : 15 doctors killed in Israeli army shelling

Israel-Gaza War: ઈઝરાયેલી સેનાના ગોળીબારીમાં 15 ડોક્ટરોના મોત, IDFએ કહ્યું ભૂલથી થઈ ગયો હતો હુમલો

Israel-Gaza War: ઈઝરાયેલી સેનાના ગોળીબારીમાં 15 ડોક્ટરોના મોત, IDFએ કહ્યું ભૂલથી થઈ ગયો હતો હુમલો

ઈઝરાયેલની સેનાએ હાલમાં જ પોતાની ભૂલ સ્વીકારી છે, જેમાં ગાઝામાં 15 ઈમરજન્સી વર્કર્સ (ડોક્ટરો) માર્યા ગયા હતા. અગાઉ ઈઝરાયેલે દાવો કર્યો હતો કે આ હુમલો "શંકાસ્પદ" કાફલા પર કરવામાં આવ્યો હતો, પરંતુ હવે  ઈઝરાયેલની સેનાએ સ્વીકાર્યું છે કે તેમનું પ્રારંભિક નિવેદન ખોટું હતું. આ ઘટનાના વીડિયો ફૂટેજ સામે આવ્યા બાદ ઈઝરાયલે પોતાની ભૂલ સ્વીકારવી પડી હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store


23 માર્ચના રોજ, ઇઝરાયેલી દળોએ દક્ષિણ ગાઝાના રફાહ વિસ્તારમાં હુમલો કર્યો, જેમાં રેડ ક્રેસન્ટના આઠ કર્મચારીઓ, છ નાગરિક સંરક્ષણ કર્મચારીઓ અને સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ના એક કર્મચારીના મોત થયા. આ કાફલામાં એમ્બ્યુલન્સ, સિવિલ ડિફેન્સ વ્હીકલ અને યુએનની કાર સામેલ હતી. ઈઝરાયેલની સેનાએ પહેલા કહ્યું હતું કે કાફલો હેડલાઈટ અને ઈમરજન્સી સિગ્નલ વગર આવી રહ્યો હતો, જેના કારણે તેને શંકાસ્પદ માનવામાં આવ્યો અને ગોળીબાર કરવામાં આવ્યો હતો.

ઈઝરાયેલની સેનાએ પોતાની ભૂલ સ્વીકારી 

ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF) એ હવે સ્વીકાર્યું છે કે કાફલામાં લાઇટ ચાલુ હતી અને અગાઉના અહેવાલો ખોટી માહિતી પર આધારિત હતા. તેણે એ પણ સ્વીકાર્યું કે પેરામેડિક્સ પાસે શસ્ત્રો નથી, પરંતુ સેનાએ કહ્યું કે કેટલાક પેરામેડિક્સ (ડોક્ટરો) હમાસ સાથે સંબંધ ધરાવતા હતા. ઇઝરાયલી અધિકારીઓના જણાવ્યા અનુસાર, સૈનિકોએ  પેરામેડિક્સને ભૂલથી આતંકવાદીઓ સમજીને  આ હુમલો કર્યો હતો. કારણકે ા કાફલે એ વાહન નજીક ઉભો હતો કે જે અગાઉ હમાસ દ્વારા ઉપયોગ લેવામાં આવ્યો હતો. 

મૃતદેહો છુપાવવાનો આરોપ

આ ઘટના બાદ ઇઝરાયલી સૈનિકોએ બીજા દિવસે આ મૃતક પેરામેડિક્સ અને વાહનોને દફનાવી દીધા હતા. તેઓએ કહ્યું કે આ મૃતદેહોને જંગલી પ્રાણીઓથી બચાવવા માટે કરવામાં આવ્યું હતું, પરંતુ યુએનના અધિકારીઓએ આ દાવાને ફગાવી દીધો હતો.

સ્વતંત્ર તપાસની માંગ

પેલેસ્ટિનિયન રેડ ક્રેસન્ટ અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ આ ઘટનાની સ્વતંત્ર તપાસની હાકલ કરી છે. પેલેસ્ટિનિયન રેડ ક્રેસન્ટ સોસાયટી (PRCS) ના પ્રમુખ યોનાસ અલ-ખાતિબે સંયુક્ત રાષ્ટ્રમાં જણાવ્યું હતું કે, "અમે સૈન્ય દ્વારા કોઈપણ તપાસ પર વિશ્વાસ કરતા નથી."

TOPICS: israel gaza world war
Related News

Icon