Home / World : 16 scientists nuclear bombs were kidnapped in Pakistan, TTP took responsibility

પાકિસ્તાનમાં પરમાણુ બોમ્બ બનાવતા 16 વિજ્ઞાનીનું અપહરણ, આતંકી સંગઠન TTP એ લીધી જવાબદારી 

પાકિસ્તાનમાં પરમાણુ બોમ્બ બનાવતા 16 વિજ્ઞાનીનું અપહરણ, આતંકી સંગઠન TTP એ લીધી જવાબદારી 

પરમાણુ બોંબ વિનાશકારી છે એમાં પણ જો કોઇ આતંકવાદીના હાથમાં આવી ગયા તો દુનિયાનું આવી જ બને. પાકિસ્તાનમાં શ્વાસ અધ્ધર કરી નાખનારી ઘટના બની છે જેમાં 'તહરીકે એ તાલિબાન' (ટીટીપી) નામના એક આંતકી સંગઠને અણુબોંબ તો નહી પરંતુ અણુબોંબ બનાવનારા 16 વિજ્ઞાનીઓનું અપહરણ કર્યુ છે. ખુદ ટીટીપીએ અપહરણ કર્યાની કબુલાત કરી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

હથિયારબંધ આતંકીઓએ વિજ્ઞાનીઓના વાહનોને આગ ચાંપી

અપહરણ કરાયેલા તમામ પાકિસ્તાનના પરમાણુ ઉર્જા આયોગ (પીએઇસી) સાથે સંકળાયેલા છે. ટીટીપીએ એક વીડિયો બહાર પાડીને કેટલીક માંગણીઓ કરી છે. જો કે કેટલાક અહેવાલમાં પાકિસ્તાનના સ્થાનિક પ્રશાસન અને સરકારે અપહ્ત લોકોને વૈજ્ઞાાનિક નહી પરંતુ અન્ય કર્મચારી ગણાવીને ઢાંક પિછોડો કર્યો છે. હથિયારબંધ આતંકીઓએ વિજ્ઞાનીઓના વાહનોને આગ ચાંપી હતી.

આતંકીઓને તાલિબાન સરકારનું સમર્થન

પાકિસ્તાનમાં 'તહેરિક એ તાલિબાન પાકિસ્તાન' અફઘાનિસ્તાનની તાલિબાન સરકારનું સમર્થન ધરાવે છે. પાકિસ્તાનમાં ઘણા સમયથી સક્રિય છે પરંતુ 15 ઓગસ્ટ 2021માં અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન આવ્યા પછી વધુ શકિતશાળી બન્યું છે.અફઘાનિસ્તાનમાં યુએસ અને સહયોગી દેશોની આર્મી સામે પડેલું ટીટીપી હવે પાકિસ્તાનની આર્મી અને સરકાર સામે પડયું છે.

ડુરાન્ડ લાઇન તરીકે ઓળખાતી 2650 કિમી લાંબી અફઘાન સરહદે પાક વિરોધી ગુ્પોને મદદ કરી રહયું છે. ખાસ કરીને અફઘાન પશ્તુનોનું મોટું સમર્થન ધરાવે છે. ટીટીપીને અંકૂશમાં રાખવા પાકિસ્તાન સરકાર અફઘાનિસ્તાનના તાલિબાન શાસનને જણાવતું રહે છે પરંતુ ટીટીપી મુદ્વે તાલિબાનોનું મૂક સમર્થન રહયું છે. 

 

Related News

Icon