
આતંકવાદ અને અન્ય પડકારોનો સામનો કરવા માટે 25 થી વધુ મુસ્લિમ દેશો નાટોની તર્જ પર એક સંગઠન બનાવવાની તૈયારી કરી રહ્યા છે. તેનું નામ ઇસ્લામિક નાટો અથવા મુસ્લિમ નાટો હોઈ શકે છે. તે નાટોની જેમ જ આતંકવાદ વિરોધી કામગીરી કરશે.
આ જૂથના સભ્ય દેશોની સંખ્યાને લઈને હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી
જો કે આ જૂથના સભ્ય દેશોની સંખ્યાને લઈને હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી, પરંતુ એક અનુમાન મુજબ, એશિયા અને આફ્રિકાના 25 દેશો તેમાં સામેલ થઈ શકે છે. આ પ્રસ્તાવિત જૂથના મુખ્ય સભ્યો સાઉદી અરેબિયા, પાકિસ્તાન, તુર્કી, ઇજિપ્ત, સંયુક્ત આરબ અમીરાત, જોર્ડન, બહેરીન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને મલેશિયા હશે.