Home / World : 7.2 magnitude earthquake in Myanmar

VIDEO: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી, બિલ્ડિંગો પત્તાના મહેલની જેમ પડી, સ્વિમિંગ પુલના પાણી બહાર આવ્યા

VIDEO: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી, બિલ્ડિંગો પત્તાના મહેલની જેમ પડી, સ્વિમિંગ પુલના પાણી બહાર આવ્યા

મ્યાનમારમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપ એટલો જોરદાર હતો કે તેની અસર ભારતના ઘણા રાજ્યોમાં અનુભવાઈ છે. હાલમાં કોઈ નુકસાનના સમાચાર નથી. દિલ્હી-એનસીઆર અને ઉત્તર પ્રદેશ સહિત ભારતના ઘણા રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ખાસ કરીને ઉત્તરપૂર્વીય રાજ્યો મણિપુર, અરુણાચલ પ્રદેશ, આસામ અને નાગાલેન્ડમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં શુક્રવારે એક પછી એક બે જોરદાર ભૂકંપ આવ્યા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર રિક્ટર સ્કેલ પર પહેલા ભૂકંપની તીવ્રતા 7.2 જ્યારે બીજાની 7.0 નોંધાઈ હતી. આ ભૂકંપના કારણે હજારો ઈમારતો ધ્રુજી ગઈ હતી. એટલું જ નહીં, મ્યાનમારમાં અનેક ઈમારતો ધરાશાયી થયાના પણ અહેવાલ છે. આ ભૂકંપ એટલો જોરદાર હતો કે, ભારતમાં ઉત્તર પ્રદેશ, બિહાર તેમજ ઉત્તર પૂર્વના રાજ્યોમાં તેના આંચકા અનુભવાયા હતા. આ ઉપરાંત થાઈલેન્ડના બેંગકોકમાં પણ અનેક લોકોએ ધ્રુજારી અનુભવી હતી.  

મ્યાનમાર અને ભારત ઉપરાંત બેંગકોકમાં પણ 6.2 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મ્યાનમારમાં પ્રથમ ભૂકંપ ૧૧:૫૨ વાગ્યે આવ્યો હતો અને ત્યારબાદ ૧૨:૦૨ વાગ્યે ફરી અનુભવાયો હતો. આ રીતે એક પછી એક બે આંચકા આવ્યા છે. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીથી 10 કિલોમીટર નીચે હતું.

બેંગકોકના સ્થાનિક તંત્રનું કહેવું છે કે, ભૂકંપ એટલો જોરદાર હતો કે, સ્વિમિંગ પુલનું પાણી બહાર ઉછળવા લાગ્યું હતું. ડરના કારણે લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા.

TOPICS: earthquake
Related News

Icon