Home / World : 9 terrifying videos of the Myanmar earthquake

VIDEO: મ્યાનમાર ભૂકંપના 9 ભયાનક વીડિયો, જોઈ લો તબાહીના દૃશ્યો

ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં શુક્રવારે એક પછી એક બે જોરદાર ભૂકંપ આવ્યા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલૉજી અનુસાર રિક્ટર સ્કેલ પર પહેલા ભૂકંપની તીવ્રતા 7.7 જ્યારે બીજાની 7.2 નોંધાઈ હતી. આ ભૂકંપના કારણે હજારો ઈમારતો ધ્રુજી ગઈ હતી. એટલું જ નહીં, મ્યાનમારમાં અનેક ઈમારતો ધરાશાયી થયાના પણ અહેવાલ છે. આ ભૂકંપ એટલો જોરદાર હતો કે, ભારતમાં ઉત્તર પ્રદેશ, બિહાર તેમજ ઉત્તર પૂર્વના રાજ્યોમાં તેના આંચકા અનુભવાયા હતા. આ ઉપરાંત થાઈલૅન્ડના બેંગકોકમાં પણ અનેક લોકોએ ધ્રુજારી અનુભવી હતી.  

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મ્યાનમારમાં 7.7 અને 7.2 ની ભારે તીવ્રતાવાળા બે ભૂકંપની અસર છેક ભારત, બેંગકોક સુધી જોવા મળી હતી. જોકે હવે તાજેતરના અહેવાલ અનુસાર આ ભૂકંપને કારણે બાંગ્લાદેશ પણ બાકાત રહ્યું નથી. બાંગ્લાદેશમાં પણ 7.3ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ અનુભવાયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. બાંગ્લાદેશમાં ભૂકંપના ભારે આંચકાને પગલે ઢાકા અને ચટગાંવ સહિત અનેક શહેરો હચમચી ગયા હતા.

 

Related News

Icon