Home / World : A tragedy like Kedarnath occurred due to the breaking of Alps glacier lake after heavy rains in France

VIDEO: ફ્રાન્સમાં ભારે વરસાદ બાદ ગ્લેશિયર લેક તૂટવાથી સર્જાઈ કેદારનાથ જેવી દુર્ઘટના

VIDEO: ફ્રાન્સમાં ભારે વરસાદ બાદ ગ્લેશિયર લેક તૂટવાથી સર્જાઈ કેદારનાથ જેવી દુર્ઘટના

ફ્રાન્સ અને સ્વિટ્ઝરલેન્ડમાં આવેલા આલ્પ્સના પહાડોમાં આવેલું એક હિમસરોવર ફાટતાં આ બંને દેશની ત્રણ નદીઓમાં અચાનક પૂર આવતાં મોટી તબાહી સર્જાઈ હતી. ફ્રાન્સનું લા બેરાર્ડે ગામ આ પૂરમાં સંપૂર્ણપણે નાશ પામ્યું હતું તો સ્વિટ્ઝરલેન્ડનું જરમેટ ગામ પણ પાણીમાં ડૂબી ગયું છે. આ ઘટનાનો વીડિયો વાઈરલ થયો છે. થોડા વર્ષ અગાઉ ભારતના કેદારનાથમાં પણ અચાનક આ પ્રકારનું પૂર આવતાં મોટી તબાહી સર્જાઈ હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ફ્રાન્સના સ્કી રિસોર્ટ તરીકે વિખ્યાત લા બેરાર્ડેના ઉપરવાસમાં ભારે વરસાદ થતાં હિમસરોવર પર બનેલી દિવાલ તૂટી જતાં આ પાણી એકદમ નીચે ધસી ગયા હતા. બરફના મોટાં ટુકડા અને મલબા વહીને ઝડપથી હેઠવાસમાં આવેલાં ગામોમાં ફરી વળ્યા હતા.



આ પૂરમાં લા બેરાર્ડેને દુનિયા સાથે સાંકળતો એકમાત્ર પુલ ઈન્ટેનકોન્સ ટોરેન્ટ પણ તુટી પડ્યો હતો. જોકે, સ્થાનિકો અને પર્યટકોને સહીસલામત બચાવી લેવામાં આવ્યાં હોવાથી કોઈ જાનહાનિના સમાચાર નથી. હેલિકોપ્ટર દ્વારા આ વિસ્તારમાં ફસાયેલાં લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. લા બેરાર્ડે ગામની ઉપરવાસમાં આલ્પ્સના પહાડોમાં બોનપિયરે નામની હિમશીલા આવેલી છે. 8,530 ફૂટની ઉંચાઈએ આવેલી આ હિમશીલામાં વરસાદ અને બરફવર્ષાને કારણે સુપ્રાગ્લેશિયલ સરોવર બન્યું હતું.

આ સરોવર 40 કલાક પહેલાં જ બન્યું હતું. જેની દિવાલ તુટી જવાથી બેરાર્ડેમાં તારાજી સર્જાઈ હતી. બેરાર્ડેથી 135 કિમી દૂર સ્વિટ્ઝરલેન્ડમાં જરમેટ ગામમાં પણ મેટરવિસ્પા નદીમાં પણ ફલેશ પૂર આવ્યું હતું. જેના કારણે નદી બે કાંઠા તોડી ગાંડીતૂર થઈને વહેતાં ચારેતરફ પાણી ફરી વળ્યા હતા. જેના કારણે જરમેટમાં તમામ પ્રકારનો વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો. 

Related News

Icon