Home / World : After America, this country 'deports illegal aliens

અમેરિકા બાદ આ દેશમાં ‘ગેરકાયદે વિદેશીઓનો દેશનિકાલ’, 8 લાખ શરણાર્થીઓની મુશ્કેલી વધી

અમેરિકા બાદ આ દેશમાં ‘ગેરકાયદે વિદેશીઓનો દેશનિકાલ’, 8 લાખ શરણાર્થીઓની મુશ્કેલી વધી

પાકિસ્તાન સરકારે ‘ગેરકાયદે વિદેશીઓનો દેશનિકાલ’ કરવાની યોજના અફઘાની નાગરિકતા કાર્ડધારકોને 31 માર્ચ-2025 સુધીમાં દેશ છોડવાના આદેશ આપ્યો હોવાનો રિપોર્ટ લીક થયો છે. વાસ્તવમાં મીડિયામાં કથિત રીતે લીક થયેલા રિપોર્ટમાં સંકેત અપાયો છે કે, ‘ઈસ્લામાબાદ અને રાવલપિંડીમાં રહેતા ACC ધારકોને અફઘાનિસ્તાન પરત મોકલાશે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પાકિસ્તાનના નિર્ણયથી 8 લાખ અફઘાની શરણાર્થી મુશ્કેલી

પાકિસ્તાન અને અફઘાનીસ્તાન વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આતંકવાદ મુદ્દે પણ ઈસ્લામાબાદ અને કાબુલ વચ્ચે સંબંધો બગડેલા છે, જેને ધ્યાને રાખી પાકિસ્તાન સરકારે આ દેશનિકાલ અભિયાન શરૂ કર્યું હોવાનો અહેવાલ સામે આવ્યો છે. સરકારના નિર્ણયને કારણે આઠ લાખથી વધુ અફઘાન શરણાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. તેમની પાસે એસીસી હોવાથી તેઓ દસ્તાવેજવાળા શરણાર્થી શ્રેણીમાં સામેલ છે. જ્યારે હજારો લોકો દસ્તાવેજ વગર પાકિસ્તાનમાં રહી રહ્યા છે.

અફઘાની શરણાર્થીઓને 31 માર્ચ સુધીનું અલ્ટીમેટમ

રિપોર્ટ મુજબ પહેલી નવેમ્બર-2023થી ગેરકાયદે વિદેશીઓનો દેશનિકાલ કાર્યક્રમ લાગુ કરવામાં આવ્યો છે, તેથી સરકારે ગેરકાયદે વિદેશી લોકોનો દેશનિકાલ કરવાના અભિયાન હેઠળ હવે એસીસી ધારકોને પણ પરત મોકલવાનો નિર્ણય કર્યો છે. સરકારે ચેતવણી આપી છે કે, તમામ ગેરકાયદે વિદેશીઓ અને એસીસી ધારકો 31 માર્ચ પહેલા સ્વૈચ્છાએ દેશ છોડી દે, ત્યારબાદ પહેલી એપ્રિલથી દેશનિકાલ શરૂ કરવામાં આવશે.

ગેરકાયદે રહેનારાઓને પર્યાપ્ત સમય અપાયો

લીક થયેલા રિપોર્ટમાં એવો ઉલ્લેખ કરાયો છે કે, ‘ગેરકાયદે રહેનારાઓ અને એસીસી ધારકોને દેશ છોડવા માટે પર્યાપ્ત સમય અપાયો છે અને ભારપૂર્વક કહેવામાં આવ્યું છે કે, દેશનિકાલની પ્રક્રિયા દરમિયાન કોઈની પણ સાથે ગેરવર્તન કરાશે નહીં અને સ્વૈચ્છાએ પરત ફરનારા વિદેશીઓ માટે ભોજન અને આરોગ્ય દેખરેખની વ્યવસ્થા પણ કરવામાં આવશે.

પાકિસ્તામાં લાખો અફઘાનીસ્તાનીઓ

દસ્તાવેજમાં કહેવાયું છે કે, ‘પાકિસ્તાન ઉદાર યજમાન છે અને એક જવાબદાર દેશ તરીકે પોતાની પ્રતિબદ્ધતાઓ અને દાયિત્વને પુરો કરવાનું ચાલુ રાખશે. પાકિસ્તાનમાં રહેનારા વ્યક્તિઓએ તમામ કાયદાકીય ઔપચારિકતા પૂરી કરવી પડશે અને પાકિસ્તાનના બંધારણનું પાલન કરવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે, 1980ના દાયકામાં પૂર્વ સોવિયત સંઘની સેનાઓ અફઘાનિસ્તાનમાં ઘૂસી હતી, જેના કારણે લાખો અફઘાનીસ્તાનીઓ સીમા પાર કરીને અફઘાનિસ્તાન રહેવા આવી ગયા હતા. હાલ પાકિસ્તાનમાં લાખો અફઘાનીસ્તાનીઓ રહે છે.

Related News

Icon