
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના પ્રમુખ તરીકેના શપથ તા ૨૦/૦૧/૨૫ સોમવાર બપોરે ૧૨:૦૧ વાગ્યે વોશિંગ્ટન અમેરિકા ખાતે લીધા હતા.બીજી વખત ચાર વર્ષની મુદત માટે શપથ લીધા ત્યારે શપથ કુંડળી મુજબ અમદાવાદ તા ૨૦/૧/૨૫ સમય ૨૪:૪૦ વાગ્યે અમદાવાદના પ્રસિદ્ધ જ્યોતિષ હેમિલ લાઠિયાએ જ્યોતિષ ગણતરી કરેલ તે સત્ય સાબિત થઈ રહી છે.
હેમિલ લાઠિયાએ કરેલી આગાહી મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પનો મજબૂત અને જુસ્સા સાથેનો કાર્યકાળ બતાવે છે પણ કુંડળીમાં ચંદ્ર-કેતુ સાથે અને નવમાંશમાં રાહુ સાથે યુતિ કરે છે. ચંદ્ર પ્રજાની ચાહના બતાવે છે જે મુજબ પ્રજા તરફથી ધીરે ધીરે ચાહના ઘટતી જાય તેવું બની શકે છે. મંગળ નીચનો અને વર્ગોત્તમી ઉપરાંત નક્ષત્ર માલિક છે. જે આપખુદ વધુ કડક નિર્ણય વધુ લે તેવું બનવા જોગ છે. શપથ કુંડળીમાં બારમાં સ્થાનનો માલિક પણ છે જે વિદેશ બાબત પણ કહેવાય.
ટ્રમ્પ વિદેશ નીતિમાં પણ પોતાનું ધાર્યું કરે વિદેશ સાથેના સંબંધમાં પણ પોતાની યોજના ગણતરી વધુ કરે તેવું બની શકે છે. ક્યાંક કોઈ યુદ્ધ વિષયમાં પણ પોતાનું ધાર્યું વધુ કરે તેવું જણાઈ રહ્યું છે. વર્ષ ૨૦૨૫-૨૬માં સરકાર માટે ઉતાર ચઢાવ કપરા ચઢાણ વગેરે જેવી સ્થિતિમાંથી પસાર થવું પડે તેવું જણાય છે કોઈ કાયદાકિય બાબતથી પરેશાની આવી શકે.
નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.