Home / World : Americans' anger erupts against Trump and Musk, 'Hands off!' protest gains momentum

Usa 'Hands Off' Protests: પોસ્ટર્સ સાથે રસ્તા પર ઉતર્યા લોકો, રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને મસ્ક સામે અમેરિકનોનો ગુસ્સો ચરમસીમાએ

Usa 'Hands Off' Protests: પોસ્ટર્સ સાથે રસ્તા પર ઉતર્યા લોકો, રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને મસ્ક સામે અમેરિકનોનો ગુસ્સો ચરમસીમાએ

અમેરિકામાં શનિવારે હેન્ડસ ઓફ નામનું આંદોલન શરૂ થયું છે. આ આંદોલન હેઠળ સંખ્યાબંધ પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતર્યા હતા. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ટ્રમ્પ સરકાર અને એલન મસ્કની નીતિઓ વિરુદ્ધ જબરદસ્ત પ્રદર્શન શરૂ કર્યું છે. દેશભરમાં 1,200 થી વધુ સ્થળોએ વિરોધ રેલીઓનું આયોજન કરીને તાજેતરના સમયમાં ટ્રમ્પ વહીવટ સામે આ સૌથી મોટું દેશવ્યાપી પ્રદર્શન છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

 દેશભરમાં 1,200 થી વધુ સ્થળોએ વિરોધ અને રેલીઓ

આ વિરોધનો હેતુ કર્મચારીઓની છટણી, સામૂહિક દેશનિકાલ અને ટ્રમ્પ વહીવટીતંત્રના અન્ય વિવાદાસ્પદ નિર્ણયોનો છે. વિરોધીઓનું કહેવું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અને એલોન મસ્ક એવા સંસાધનો પર કબજો કરી રહ્યા છે, જે તેમની પાસે નથી.

સામાન્ય જનતા પર કોર્પોરેટ હિતોને પ્રાધાન્ય આપવાનો આરોપ

આ આંદોલનના મુખ્ય મુદ્દાઓમાં સરકારી એજન્સીઓમાં કાપ, સ્વાસ્થ્ય સેવાઓના બજેટમાં ઘટાડો અને ટ્રાન્સજેન્ડર અધિકારો પર પ્રતિબંધનો સમાવેશ થાય છે. અબજોપતિ ઉદ્યોગપતિ એલોન મસ્ક, જેઓ ટ્રમ્પના સલાહકાર છે અને તાજેતરમાં બનાવેલ સરકારી કાર્યક્ષમતા વિભાગના વડા પણ છે, ખાસ કરીને વિરોધીઓનું નિશાન હતું. મસ્ક પર સામાન્ય જનતા પર કોર્પોરેટ હિતોને પ્રાધાન્ય આપવાનો આરોપ છે.

યુરોપમાં પણ જોવા મળ્યું વિરોધ પ્રદર્શન

અમેરિકા સિવાય યુરોપના અનેક દેશોમાં પણ વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે. હકીકતમાં 57 દેશો પર ભારે ભરખમ ટેરિફ લગાવ્યા બાદ અમેરિકાના લોકોને પણ તકલીફ ઊભી થઈ છે. ટેરિફના કારણે અમેરિકાની જનતાને મોંઘવારીનો સામનો કરવો પડશે. બીજી બાજુ દુનિયાભરના બજાર પર તેની અસર જોવા મળી રહી છે, જેના કારણે મંદીની આશંકા પણ સેવાઈ રહી છે. વળી, ઈલોન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પ બંનેના નિવેદન ખૂબ જ અસંવેદનશીલ જોવા મળે છે. એવામાં બંને માટે લોકોનો ગુસ્સો ફાટી રહ્યો છે.

TOPICS: usa trump mask
Related News

Icon