અમેરિકામાં નવેમ્બર મહિનામાં યોજાનારી પ્રમુખની ચૂંટણી પહેલા જો બાઈડેન નવી ઈમિગ્રેશન પોલિસી અંગે મોટો નિર્ણય લેવા જઈ રહ્યા છે. જો બાઈડેનના આ નિર્ણયની લગભગ 5 લાખ લોકો પર અસર પડશે. અમેરિકન પ્રમુખ આજે વિસ્તારથી આ યોજનાની જાહેરાત કરશે. એક અહેવાલ પ્રમાણે આ પોલિસીનો હેતુ એ વ્યક્તિઓને લાભ પહોંચાડવાનો છે, જે ગેરકાયદે રીતે અમેરિકામાં રહે છે પરંતુ તેમના લગ્ન અમેરિકન નાગરિકો સાથે થયા છે.

