
ઇરાને ઇઝરાયેલ પર હુમલો કર્યો છે. ઇરાન તરફથી ઇઝરાયેલ પર 180 મિસાઇલ છોડવામાં આવી છે. આ વચ્ચે હવે ડેનમાર્કમાં ઇઝરાયેલના દૂતાવાસ બહાર 2 વિસ્ફોટ થયા છે. ડેનમાર્કના કોપેનહેગનમાં ઇઝરાયેલી દૂતાવાસ બહાર 2 વિસ્ફોટ થયા છે. આ હુમલા બાદ ડેનમાર્ક પોલીસે તપાસ શરૂ કરી છે.
કોઇ પણ માટે યુદ્ધનું મેદાન નહીં બને જોર્ડન
ઇઝરાયેલ અને હમાસના જંગ અને હવે હિજબુલ્લાહ વિરૂદ્ધ ઇઝરાયેલના હુમલા બાદ મિડલ ઇસ્ટમાં તણાવ વધી ગયો છે. ઇરાને ઇઝરાયેલ પર હુમલા કરીને આ સ્થિતિને વિકરાળ બનાવી છે. એવામાં ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે આવેલા જોર્ડને સ્પષ્ટ કર્યુઁ છે કે તે કોઇ પણ માટે યુદ્ધનું મેદાન નહીં બને.
ઇરાને ઇઝરાયેલ પર છોડી હતી Fattah મિસાઇલ
ઇઝરાયેલ પર હુમલા માટે ઇરાને જે મિસાઇલોનો ઉપયોગ કર્યો છે તેને ઇરાને અત્યાર સુધીનો સૌથી આધુનિક હથિયાર ગણાવ્યો છે. ઇઝરાયેલ પર છોડવામાં આવેલી મિસાઇલોમાં Fattah મિસાઇલ પણ હતી. એક્સપર્ટ્સનું કહેવું છે કે ઇરાને પ્રથમ વખત આ મિસાઇલનો ઉપયોગ કર્યો છે.
ઇરાનની મિસાઇલોના ભાગ જોર્ડમાં પડતા કેટલાક લોકો ઘાયલ
ઇરાને મંગળવારે અડધી રાત્રે જ્યારે ઇઝરાયેલ પર તાબડતોડ મિસાઇલ હુમલા કર્યા તો આ દરમિયાન કેટલીક મિસાઇલોના કેટલાક ભાગ ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે જોર્ડનમાં પણ પડ્યો હતો. રિપોર્ટ્સ અનુસાર આ ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા હતા.
મિડલ ઇસ્ટ પર યુદ્ધનો ખતરો?
મિડલ ઇસ્ટમાં સ્થિતિ ખરાબ થઇ ગઇ છે. ઇરાને ઇઝરાયેલ પર મિસાઇલો છોડી છે. ઇઝરાયેલી સેનાએ જણાવ્યું કે ઇરાને 200 મિસાઇલ છોડી છે. ઇરાને હિજબુલ્લાહ ચીફ હસન નસરલ્લાહ અને હમાસ પ્રમુખ ઇસ્માઇલ હાનિયેહની હત્યાનો બદલો લીધો છે. ઇસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોરે કહ્યું કે જો ઇઝરાયેલે આ હુમલાનો જવાબ આપ્યો તો તેને કચડવા માટે વધુ હુમલા કરવામાં આવશે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ઇરાનને ચેતવણી આપતા કહ્યું કે તેને તેલ અવીવ પર હુમલો કરીને ઘણી મોટી ભૂલ કરી છે. ઇઝરાયેલના વડાપ્રધાને ઇરાનને મિસાઇલ હુમલાનો જવાબ આપવાના સોગંધ પણ લીધા છે.
ઇઝરાયેલ લઇ શકે છે બદલો
ઇઝરાયેલ કેટલાક દિવસમાં ઇરાનના હુમલાનો બદલો લેશે. એક્સિયોસના રિપોર્ટ અનુસાર ઇઝરાયેલના અધિકારીએ કહ્યું કે તે ઓઇલ પ્રોડક્શન ફેસિલિટીને નિશાન બનાવી શકે છે.
જો ઇરાન-ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ થાય તો કોણ પડશે ભારે?
એક્સપર્ટ અનુસાર જો ઇઝરાયેલ ઇરાન પર હુમલો કરે છે અને યુદ્ધ થાય છે તો તેમાં કેટલાક દેશ સામેલ થઇ શકે છે. અમેરિકા ઇઝરાયેલ સાથે ઉતરી શકે છે. બીજી તરફ કેટલાક મુસ્લિમ દેશ ઇરાનના સમર્થનમાં આવી શકે છે. અમેરિકાના ઉતર્યા બાદ બ્રિટન અને ફ્રાન્સ પણ આ યુદ્ધમાં ઇઝરાયેલનો સાથ આપી શકે છે. એવામાં ઇઝરાયેલ ઇરાન પર ભારે પડી શકે છે.