કઝાકિસ્તાનમાં પેસેન્જર પ્લેન ક્રેશ થયાના સમાચાર સામે આવ્યા છે. સમાચાર એજન્સી અનુસાર, કઝાકિસ્તાનના અક્તાઉ શહેર પાસે એક પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે. અઝરબૈજાન એરલાઈન્સનું વિમાન રશિયાના ચેચન્યાના બાકુથી ગ્રોઝની જઈ રહ્યું હતું, પરંતુ ગ્રોઝનીમાં ધુમ્મસના કારણે તેનો રૂટ બદલાઈ ગયો હતો. પ્લેન ક્રેશનો એક ભયાનક વીડિયો પણ સામે આવ્યો છે.
આ ઘટના ત્યારે બની જ્યારે વિમાને ઇમરજન્સી લેન્ડિંગ માટે વિનંતી કરી. ક્રેશ થયેલા પેસેન્જર પ્લેનમાં 72 લોકો સવાર હતા. જેમાંથી 42 લોકોના મોત થયા છે. 25 લોકો ઘાયલ થયા છે.
કઝાકિસ્તાનના કટોકટી મંત્રાલયે પુષ્ટિ કરી હતી કે ગ્રોઝનીમાં ગાઢ ધુમ્મસને કારણે પ્લેનને અક્તાઉ તરફ વાળવામાં આવ્યું હતું. અઝરબૈજાન એરલાઈન્સનું આ વિમાન દુર્ઘટના પહેલા ઘણી વખત એરપોર્ટ પર ચક્કર લગાવ્યું હતું. જાનહાનિ વિશેની વિગતો અથવા અકસ્માતનું ચોક્કસ કારણ તાત્કાલિક ઉપલબ્ધ નથી.