Home / World : Bangladesh now preparing for military coup

બાંગ્લાદેશમાં હવે સૈન્યમાં સત્તાપલટાની તૈયારી! કટ્ટરપંથીઓ સેના પર કબ્જો જમાવવાનો પ્રયાસ

બાંગ્લાદેશમાં હવે સૈન્યમાં સત્તાપલટાની તૈયારી! કટ્ટરપંથીઓ સેના પર કબ્જો જમાવવાનો પ્રયાસ

બાંગ્લાદેશમાં પાંચમી ઓગસ્ટ 2024ના રોજ તખ્તાપલટ થયો હતો, જેમાં તત્કાલીન વડાંપ્રધાન શેખ હસીનાને સત્તા પરથી દૂર કરાયા હતા. ત્યારથી બાંગ્લાદેશમાં મુહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની કટ્ટરવાદી સરકાર સત્તામાં છે. આ દરમિયાન કટ્ટરપંથીઓ હવે સેના પર પણ પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને ISIના સમર્થનથી ત્યાં પણ બળવાને અંજામ આપવાની યોજના છે. આ લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ ફૈઝ-ઉર રહેમાનના નેતૃત્વમાં થઈ શકે છે. તે હાલમાં બાંગ્લાદેશ આર્મીમાં ક્વાર્ટર માસ્ટર જનરલ છે અને તેમને કટ્ટરપંથી ઇસ્લામિક વિચારધારા ધરાવતા માનવામાં આવે છે. અત્યાર સુધી એવું જાણવા મળ્યું છે કે તે વર્તમાન આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાન વિરુદ્ધ બળવો કરી શકે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ પણ વાંચોઃ '9 કરોડમાં બુક થઈ છોકરીઓ...', સેક્સ પાર્ટીથી શણગારાઇ મહેફિલ; આ અહેવાલે દુનિયાને ચોંકાવી

ISIના સમર્થનથી બાંગ્લાદેશ સેનાને એક નવો સૂર આપવાનો પ્રયાસ

અહેવાલો અનુસાર, ગયા અઠવાડિયે, જ્યારે ISI વડા ઢાકા આવ્યા હતા, ત્યારે તેમને મળેલા પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ફૈઝ-ઉર-રહેમાન કરી રહ્યા હતા. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ISIના સમર્થનથી બાંગ્લાદેશ સેનાને એક નવો સૂર આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને, બાંગ્લાદેશી સેના પરથી ભારતીય છાપ દૂર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ફૈઝ-ઉર-રહેમાનનો પ્રયાસ સેનામાં પૂરતો ટેકો મેળવવાનો છે જેથી વકારને પદ છોડવાની ફરજ પડે. આ માટે બાંગ્લાદેશની ગુપ્તચર એજન્સી DGFIની મદદ લેવાના પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

 
વકાર-ઉઝ-ઝમાનને મધ્યવાદી વિચારધારા ધરાવતા લશ્કરી નેતા માનવામાં આવે છે. તે ભારતના સમર્થકોમાંના એક રહ્યા છે અને સરહદ પર ભારત સાથે શાંતિ અને સહયોગ જાળવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ઇસ્લામિક દળોએ દેશ પર કબજો મેળવ્યા પછી પણ, તે અત્યાર સુધી કટ્ટરપંથી દળોથી સેનાનું રક્ષણ કરવામાં સફળ રહ્યો છે, પરંતુ હવે તેના દિવસો પૂરા થઈ ગયા હોય તેવું લાગે છે. એવું માનવામાં આવે છે કે વકાર-ઉઝ-ઝમાનના કારણે જ શેખ હસીનાને લશ્કરી વિમાન દ્વારા સુરક્ષિત રીતે ભારત આવવાની મંજૂરી મળી હતી. જો શેખ હસીનાને સમયસર આવી સુવિધા પૂરી પાડવામાં ન આવી હોત, તો તેઓ આજે જેલમાં હોત અથવા હિંસક વિરોધ પ્રદર્શનની આડમાં તેમની સાથે કોઈ અકસ્માત થઈ શક્યો હોત.

Related News

Icon