
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેન અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ શનિવારે પેરુમાં આયોજિત એશિયા-પેસિફિક ઈકોનોમિક કોઓપરેશન કોન્ફરન્સ(APEC)માં ભાગ લીધો હતો. જેમાં બંને નેતાઓએ મુલાકાત કરી હતી. જેમાં બંને નેતાઓ પરમાણુ શસ્ત્રોના ઉપયોગ અંગેના નિર્ણયો AI(Artificial Intelligence) નહીં પણ મનુષ્ય દ્વારા લેવા જોઈએ તે અંગે સહમત થયા હતા.
https://twitter.com/AP/status/1857901413998760043
AI ટેકનોલોજીને જવાબદારીપૂર્વક વિકસાવવાની જરૂરિયાત
વ્હાઇટ હાઉસે આ અંગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'બંને નેતાઓએ પરમાણુ હથિયારોના ઉપયોગના નિર્ણય પર માનવ નિયંત્રણ રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. બંને નેતાઓએ સંભવિત જોખમોને કાળજીપૂર્વક ધ્યાનમાં લેવાની અને લશ્કરી ક્ષેત્રમાં AI ટેકનોલોજીને જવાબદારીપૂર્વક વિકસાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.'
આ પણ વાંચો: PM મોદીને નાઈજીરિયાના રાષ્ટ્રપતિએ કેમ સોંપી પાટનગરની ચાવી? આવું છે ખાસ કારણ
પરમાણુ હથિયારની સંખ્યા વધારી રહ્યું છે ચીન
પરમાણુ શસ્ત્રો અને AIના મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે આ પ્રકારનું પહેલું પગલું ભરવામાં આવ્યું છે. બાઇડેન અને જિનપિંગની આ મુલાકાત અંગે ચીન દ્વારા કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. જો કે, બાઇડેન ના પ્રયાસો બાદ નવેમ્બરમાં થોડા સમય માટે બંને દેશો વચ્ચે પરમાણુ હથિયારો પર સત્તાવાર વાતચીત થઈ હતી. ત્યારબાદ અનેક કરારો પર સમજૂતી અટવાયી હતી. અમેરિકાએ ચીન પર પ્રતિક્રિયા ન આપવાનો આરોપ પણ લગાવ્યો હતો. અમેરિકાના સંરક્ષણ મંત્રાયલના જણાવ્યા અનુસાર ચીન પાસે હાલમાં 500 પરમાણુ હથિયાર છે. અને તે 2030 સુધીમાં તેમની સંખ્યા વધારીને 1000 કરવા માંગે છે.
બાઇડને અને શી જિનપિંગ વચ્ચે છેલ્લી મુલાકાત
જો બાઇડેને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તરીખે ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સાથે છેલ્લી વખત મુલાકાત કરી હતી. સાયબર ક્રાઈમ, વેપાર, તાઈવાન અને રશિયા-યુક્રેન યુદ્ધને કારણે બાઇડેન ડોનાલ્ડ ટ્રમ્પની શપથવિધિ પહેલા તણાવ ઓછો કરવાની કોશિશ કરી રહ્યા છે.