Home / World : Canada: New Prime Minister Mark Carney makes a sudden announcement

કેનેડાના નવા વડાપ્રધાન માર્ક કાર્નીએ અચાનક કરી જાહેરાત, આવતા મહિને યોજાશે દેશમાં ચૂંટણી

કેનેડાના નવા વડાપ્રધાન માર્ક કાર્નીએ અચાનક કરી જાહેરાત, આવતા મહિને યોજાશે દેશમાં ચૂંટણી

કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ એક મોટી જાહેરાત કરી છે. વૈશ્વિક ઉથલ-પાથલ વચ્ચે તેમણે દેશમાં આગામી મહિને 28 એપ્રિલે સ્નૈપ ચૂંટણી કરાવવાનો નિર્ણય લીધો છે. તેમની આ જાહેરાત અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાગૂ કરાયેલી 'અયોગ્ય' ટેરિફના જવાબમાં છે જે કેનેડાની અર્થવ્યવસ્થા માટે ખતરો બની છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

 

કેનેડામાં સામાન્ય ચૂંટણી 20 ઓક્ટોબર પહેલા નહોતી થવાની, પરંતુ વડાપ્રધાન કાર્નીએ પોતાની લોકપ્રિયતાનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તેઓ લિબરલ પાર્ટીના નેતા છે અને એક મહિના પહેલા જ વડાપ્રધાન પદ પર પદભાર ગ્રહણ કર્યો છે. તેમણે જસ્ટિન ટ્રૂડોના રાજીનામા બાદ વડાપ્રધાન પદના શપથ લીધા.

સૌથી મોટા સંકટનો સામનો કરી રહ્યા છીએ: કાર્ની

માર્ક કાર્નીએ રૉયટર્સના માધ્યમથી કહ્યું હતું કે, અમે પોતાના જીવનકાળના સૌથી મોટા સંકટનો સામનો કરી રહ્યા છીએ, જે ટ્રમ્પના અયોગ્ય વ્યાપારિક પગલા અને અમારી સંપ્રભુતા વિરૂદ્ધ ધમકીઓના કારણે પેદા થયો છે. કેનેડાને સુરક્ષિત કરવા માટે ઘણું બધું કરવાનું બાકી છે. કેનેડામાં રોકાણ કરવા, કેનેડાને બનાવવા અને તેને એકજુટ કરવા માટે મને મારા સાથી કેનેડિયનોનું મજબૂત સમર્થન જોઈએ. મેં ગવર્નર જનરલ સાથે સંસદને ભંગ કરવા અને 28 એપ્રિલે ચૂંટણી યોજવાની અપીલ કરી છે અને તેમણે તેને મંજૂરી આપી દીધી છે.

Related News

Icon