
પાકિસ્તાન: સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં ધાવો કરવામાં આવી રહ્યો છે કે બલોચિસ્તાનના કલાતમાં મંગુચર શહેર બલોચ આર્મી કબજે દ્વારા કરવામાં આવ્યું છે. શહેરના મુખ્ય હાઇવે અને અન્ય સ્થળોએ સેંકડો સશસ્ત્ર માણસોએ સ્થાન લઇ લીધું છે. બલોચ આર્મી દ્વારા પાકિસ્તાની સેનાના મુખ્ય કેમ્પને પણ નિશાન બનાવવામાં આવ્યો છે.
- સશસ્ત્ર માણસોએ બેંક, NADRA ઓફિસ અને કોર્ટને સળગાવી નાખી.
- સરકારી હથિયારો અને વાહનો જપ્ત કરવામાં આવ્યા.
- એક કથિત ડેથ સ્ક્વોડ સભ્યની ધરપકડ કરવામાં આવી છે.
https://twitter.com/MeghUpdates/status/1918335032973729852
અહેવાલો અનુસાર એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે બલૂચિસ્તાનના કલાત જિલ્લામાં મંગુચર વિસ્તાર કબજે કરતા પહેલા બંદૂકધારીઓએ મુખ્ય પાકિસ્તાન આર્મી કેમ્પને ઘેરી લીધો અને તેના પર ગોળીબાર કર્યો. ગોળીબાર હજુ પણ ચાલુ છે અને સશસ્ત્ર માણસો રસ્તાઓ પર મુક્તપણે ફરતા નજરે પડે છે.
https://twitter.com/TheBolanN/status/1918333327980843518
બલુચિસ્તાનના કલાત જિલ્લાના મંગુચર વિસ્તારમાં મુખ્ય હાઇવે નજીક એક પુલ પર વિસ્ફોટ થયો હોવાના અહેવાલ છે.
https://twitter.com/TheBolanN/status/1918331757461463227