Home / World : Corona has entered America again, including Asian countries

એશિયાના દેશો સહિત અમેરિકામાં ફરી ઘુસ્યો કોરોના, સિંગાપોરમાં દર્દીઓની સંખ્યામાં 30 ટકાનો વધારો

એશિયાના દેશો સહિત અમેરિકામાં ફરી ઘુસ્યો કોરોના, સિંગાપોરમાં દર્દીઓની સંખ્યામાં 30 ટકાનો વધારો

ગત કેટલાક મહિનાઓથી કોરોના વાયરસના કેસ દુનિયામાં ઘણા નિયંત્રણમાં જોવા મળી રહ્યા હતા, પરંતુ હવે ફરી ચિંતા વધી છે. બ્લૂમબર્ગમાં પ્રકાશિત થયેલા એક રિપોર્ટથી જાણવા મળે છે કે સિંગાપોર-હોંગકોંગ સહિત આસપાસના અનેક વિસ્તારોમાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે. અહીંના સ્વાસ્થ્ય અધિકારીઓએ લોકોને ચેતવણી આપી છે કે, સંક્રમણથી બચીને રહેવા માટે ફરી એકવાર જરૂરી ઉપાય શરૂ કરી દે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

જાહેર કરાયેલા આંકડાથી જાણી શકાય છે કે, એશિયન દેશોમાં ફરી કોરોનાના કેસ ચર્ચામાં છે. સિંગાપોર-હોંગકોંગમાં ન માત્ર સંક્રમણમાં વૃદ્ધિ જોવા મળી છે, પરંતુ અહીં હોસ્પિટલમાં દાખલ થનારા લોકોની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે.

સેન્ટર ફોર હેલ્થ પ્રોટેક્શનમાં કમ્યુનિકેબલ ડિસીઝના પ્રમુખ આલ્બર્ટ ઔએ જણાવ્યું કે, અહીં વાયરસની ગતિવિધિ ઘણી વધારે છે. 3 મેના રોજ સમાપ્ત થયેલા અઠવાડિયામાં ગંભીર કેસ સહિત કોરોનાથી મોતના આંકડા એક વર્ષના સર્વોચ્ચ (31 સુધી) પહોંચી ગયા છે.

આ દેશોમાં વધતા કોરોનાના જોખમોમાં કેટલાક સવાલો ઉભા કરી દેવાયા છે, શું કોરોનાનો ફરીથી કોઈ નવો વેરિયન્ટ સામે આવી ગયો છે? શું ફરી તમામ લોકોને એલર્ટ થઈ જવું જોઈએ? આવો સમજીએ.

એશિયન દેશોની સાથે અમેરિકામાં પણ કોરોના સંકટ

લગભગ એક વર્ષમાં પહેલી વાર સિંગાપોરના સ્વાસ્થ્ય મંત્રાલયે ઔપચારિક કોવિડ રિપોર્ટ અપડેટ બહાર પાડ્યું છે, જેમાં માત્ર એક અઠવાડિયામાં કેસોમાં 28%નો વધારો નોંધવામાં આવ્યો છે, જેનાથી સંક્રમણની કુલ સંખ્યા 14,200 થઈ ગઈ છે. એટલું જ નહીં, હોસ્પિટલમાં દાખલ લોકોની સંખ્યામાં પણ લગભગ 30 ટકાનો વધારો થયો છે.

અહીં એ નોંધનીય છે કે કોરોનાના કેસોમાં વધારો ફક્ત એશિયન દેશો પૂરતો મર્યાદિત નથી, છેલ્લા કેટલાક અઠવાડિયાથી અમેરિકાના ઘણા ભાગોમાં પણ સંક્રમણના કેસોમાં વધારો જોવા મળી રહ્યો હતો, જોકે હવે તેમાં ઘણો સુધારો જોવા મળી રહ્યો છે.

યુએસ ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ તરફથી મળેલી માહિતી અનુસાર, ગયા અઠવાડિયે અહીં ઇમરજન્સી વિભાગમાં આવતા લોકોની સંખ્યામાં 19.5%નો ઘટાડો થયો છે.

શું કોઈ નવો વેરિયન્ટ આવી ગયો છે?

દુનિયાના ઘણા ભાગોમાં કોરોનાના કેસોમાં તાજેતરમાં થયેલા વધારાથી લોકોના મનમાં પ્રશ્નો ઉભા થયા છે કે શું વાયરસનો કોઈ નવો વેરિયન્ટ આવી ગયો છે?

જ્યારે સિંગાપોરના સ્વાસ્થ્ય અધિકારીઓએ વધતા કેસ માટે કોઈ નવા વેરિયન્ટને જવાબદાર નથી ગણાવ્યો, પરંતુ સ્વાસ્થ્ય નિષ્ણાતો સૂચવે છે કે રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થવાને કારણે વાયરસ વધુ સરળતાથી ફેલાઈ રહ્યો છે.

ત્યારે યુ.એસ.માં નેબ્રાસ્કા મેડિસિનના ચેપી રોગના નિષ્ણાત ડૉ. માર્ક.ઇ.રપ કહે છે કે હાલમાં યુ.એસ. સહિત વિશ્વના ઘણા ભાગોમાં સૌથી પ્રખ્યાત વેરિયન્ટ LP.8.1 છે, જે 70% કેસ માટે જવાબદાર છે. બીજા ક્રમે XFC છે જેમાં 9% કેસ છે. ઓમિક્રોનનો મૂળ પ્રકાર હવે લગભગ લુપ્ત થઈ ગયો છે અને હાલમાં તેના પેટા પ્રકારોના જ કેસ જોવા મળી રહ્યા છે.

Related News

Icon