
અમેરિકામાં 20 જાન્યુઆરીએ સત્તા પરિવર્તન થવા જઈ રહ્યું છે. નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પદના શપથ લેશે. પરંતુ તે પહેલા તેને ફેડરલ અપીલ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. યૌન શોષણ કેસમાં ટ્રમ્પે કોર્ટમાં માફી માટે અરજી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી છે. ઉપરાંત, ટ્રમ્પને દોષિત ઠેરવવાનો અને તેમના પર દંડ લાદવાનો નિર્ણય અકબંધ છે. હવે ટ્રમ્પે માનહાનિ અને યૌન દુર્વ્યવહારના મામલામાં 5 મિલિયન ડોલરનો દંડ ભરવો પડશે.
આ પણ વાંચો: બદલાઈ જશે બાંગ્લાદેશ, રાષ્ટ્રપતિ-આર્મીચીફના પદો નાબૂદ થશે; બંધારણ ખતમ કરવાનું એલાન?
30 વર્ષ જૂનો છે મામલો
મીડિયા રિપોર્ટ અનુસાર, 1996ના આ કેસમાં કોર્ટે ટ્રમ્પને દોષિત ગણાવ્યા છે. ટ્રમ્પને એક હાઈ-એન્ડ ડિપાર્ટમેન્ટલ સ્ટોરના ડ્રેસિંગ રૂમમાં કોલમ લખનાર એક મહિલા સાથે યૌન શોષણ કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા છે. બીજી યુએસ સર્કિટ કોર્ટ ઓફ અપીલ્સે જણાવ્યું હતું કે મેનહટન જ્યુરીના ચુકાદાને રદ કરવામાં આવશે નહીં. ઇ. જીન કેરોલને બદનામ કરવા અને જાતીય હુમલો કરવા બદલ ટ્રમ્પે $6 મિલિયનનો દંડ ભરવો પડશે.
ટ્રમ્પ ડ્રેસિંગ રૂમમાં પ્રવેશ્યા હતા
કોલમ લખનાર પીડિતાએ 2023માં ટ્રાયલ દરમિયાન જુબાની આપી હતી કે, '1996માં એક મીટિંગ દરમિયાન ટ્રમ્પ સ્ટોરના ડ્રેસિંગ રૂમમાં ઘૂસ્યા હતા.' જોકે ટ્રમ્પ આ વાતને નકારી રહ્યા છે. જ્યુરીએ આ વર્ષની શરૂઆતમાં ફોલો-અપ ટ્રાયલ દરમિયાન જુબાની બાદ $83.3 મિલિયનનો દંડ લાદ્યો હતો.
આ પણ વાંચો: તહરીક-એ-તાલિબાને પાકિસ્તાની આર્મી પોસ્ટ કરી કબજે, TTP આતંકવાદીઓએ જાહેર કર્યો વીડિયો
1996ની આ ઘટના સિવાય કોર્ટે પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સ સાથે જોડાયેલા કેસમાં પણ ડોનાલ્ડ ટ્રમ્પને પણ દોષિત ઠેરવ્યા હતા. એક તરફ ટ્રમ્પ 20 જાન્યુઆરી 2025ના રોજ બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે અને બીજી તરફ યુએસ ફેડરલ અપીલ કોર્ટમાં તેમની અપીલો ફગાવી દેવામાં આવી રહી છે.