Home / World : Crude oil, petrol and diesel prices fall due to trade war between US and China

અમેરિકા-ચીન વચ્ચે Trade warના કારણે petrol-dieselની કિંમતમાં ઘટાડો, શું દેશની પ્રજાને મળશે મળશે રાહત?

અમેરિકા-ચીન વચ્ચે Trade warના કારણે petrol-dieselની કિંમતમાં ઘટાડો, શું દેશની પ્રજાને મળશે મળશે રાહત?

અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડવૉરના કારણે કાચા તેલની કિંમતમાં ભારે ઘટાડો નોંધાયો છે. ભારતમાં આયાત કરવામાં આવતા ક્રૂડ ઓઇલની કિંમત કોરોના કાળ કરતાં પણ ઓછી થઈ ગઈ છે. ભારતમાં આયાત કરાઇ રહેલા ક્રૂડ ઓઇલની કિંમત ઓગસ્ટ 2021 બાદ પહેલીવાર 70 ડોલરની નીચે ગઈ છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

 ક્રૂડ ઓઇલની આંતરરાષ્ટ્રીય કિંમત પણ 65 ડોલરથી ઓછી થઈ ગઈ

 ક્રૂડ ઓઇલની આંતરરાષ્ટ્રીય કિંમત પણ 65 ડોલરથી ઓછી થઈ ગઈ છે. એવામાં સવાલ એ થાય છે કે પ્રજાના પૈસે લીલા લહેર કરી રહેલી પેટ્રોલિયમ કંપનીઓ અને સરકાર પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો ક્યારે કરશે? ભારત 87 ટકા કાચું તેલ આયાત કરે છે. 

 એપ્રિલ મહિનામાં ભારતમાં 89 ડોલરની કિંમતમાં ક્રૂડ ઓઇલની આયાત થતી હતી

ગયા વર્ષે એપ્રિલ મહિનામાં ભારતમાં 89 ડોલરની કિંમતમાં ક્રૂડ ઓઇલની આયાત થતી હતી, હવે ઘટીને 69.39 ડોલર પ્રતિ બેરલ થઈ છે. જાણકારોનું માનવું છે કે ગ્લોબલ ટ્રેડવૉર અને મંદીનો ભયના કારણે હજુ પણ ભાવ ઘટાડો થશે. Goldman Sachsનું અનુમાન છે કે 2025ના અંત સુધીમાં ક્રૂડ ઓઇલની આંતરરાષ્ટ્રીય કિંમત 63 ડોલર થઈ જશે. 

Related News

Icon