Home / World : 'Doesn't want to show dirt to PM Modi or other foreign leaders', says Donald Trump

'પીએમ મોદી કે અન્ય વિદેશી નેતાઓને અમેરિકાની ગંદકી બતાવવા ઈચ્છતો નથી', ડોનાલ્ડ ટ્રમ્પ એવું કેમ બોલ્યા

'પીએમ મોદી કે અન્ય વિદેશી નેતાઓને અમેરિકાની ગંદકી બતાવવા ઈચ્છતો નથી', ડોનાલ્ડ ટ્રમ્પ એવું કેમ બોલ્યા

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે 'હું નથી ઈચ્છતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજા વિદેશી નેતા જ્યારે મને મળવા આવે તો તેમને વોશિંગ્ટન DCમાં ટેન્ટ, ગ્રેફિટી (કોઈ પબ્લિક પ્લેસમાં દિવાલ પરનું ચિત્ર કે લખાણ) અને તૂટેલા રસ્તા જોવા મળે. તેથી તેમણે રાજધાનીની સ્વચ્છતાના આદેશ આપ્યા છે.' 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

શુક્રવારે ન્યાય વિભાગમાં આપવામાં આવેલા એક નિવેદનમાં ટ્રમ્પે કહ્યું, 'અમે પોતાના શહેરને સાફ કરી રહ્યાં છીએ. આ મહાન રાજધાનીને સુધારી રહ્યાં છીએ. હવે અહીં ગંદકી થવા દઈશું નહીં, ગ્રેફિટી હટાવીશું, ટેન્ટ હટાવી રહ્યાં છીએ અને તંત્રની સાથે મળીને કામ કરી રહ્યાં છીએ.'

ટ્રમ્પે કહ્યું કે 'વોશિંગ્ટન DC ના મેયર મ્યૂરિયલ બાઉઝર હજુ સુધી સ્વચ્છતાનું કામ કરી રહી છે. અમે જોયું કે સ્ટેટ ડિપાર્ટમેન્ટની સામે દરેક જગ્યાએ ટેન્ટ લાગેલા હતા. મે કહ્યું કે આને હટાવવા પડશે અને તાત્કાલિક હટાવી દેવાયા. અત્યાર સુધી બધું યોગ્ય ચાલી રહ્યું છે. અમે ઈચ્છીએ છીએ કે અમારી રાજધાની વિશ્વભરમાં ચર્ચાનો વિષય બને.'

ટ્રમ્પે એ પણ જણાવ્યું કે 'જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ફાંસના પ્રમુખ અને બ્રિટનના વડાપ્રધાન મને મળવા આવે તો તેમને રસ્તામાં ટેન્ટ, ગ્રેફિટી, તૂટેલા રસ્તા કે ગંદકી જોવા ન મળે. મે પહેલા જ તપાસ કરાવી કે તેમના રસ્તામાં કંઈ પણ ખરાબ ન જોવા મળે. હું નથી ઈચ્છતો હતો કે તે ટેન્ટ જુએ, ગ્રેફિટી જોવે, તૂટેલા રસ્તા અને ગંદકી જુએ. અમે બધું જ સ્વચ્છ કરી દીધું અને શહેરને સુંદર બનાવી દીધું. અમે વોશિંગ્ટન DC ને સંપૂર્ણરીતે સુરક્ષિત બનાવીશું.' 

ટ્રમ્પે જોર આપીને કહ્યું, 'જ્યારે લોકો અહીં આવે તો તેમને લૂંટવામાં ન આવે, ગોળી મારવામાં ન આવે, કોઈ ગુનો ન થાય. અમારી રાજધાની હવે પહેલાથી વધુ સુરક્ષિત, સ્વચ્છ અને શ્રેષ્ઠ થશે અને આમાં વધુ સમય લાગશે નહીં.'

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 ફેબ્રુઆરીએ વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પથી દ્વિપક્ષીય બેઠક માટે પહોંચ્યા હતાં. આ ટ્રમ્પના બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા બાદ ચોથા વિદેશી નેતાની મુલાકાત હતી. આ પહેલા ટ્રમ્પે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ, જાપાનના વડાપ્રધાન શિગેરુ ઈશિબા અને જોર્ડનના કિંગ અબ્દુલ્લાહ II નું સ્વાગત કર્યું હતું. 

Related News

Icon