
યુક્રેનના રાષ્ટ્રપતિ વલોદિમીર ઝેલેંસ્કીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે વાતચીત દરમિયાન ઝઘડા માટે માફી માંગવાનો ઇનકાર કરી દીધો છે.ફૉકસ ન્યૂઝને આપવામાં આવેલા ઇન્ટરવ્યૂમાં તેમને આ ઘટનાને બન્ને પક્ષ માટે સારી નથી ગણાવી.
જોકે, ઝેલેંસ્કીએ કહ્યું કે જો અમેરિકા પોતાનું સમર્થન પરત લે છે તો તે રશિયા વિરૂદ્ધ યુક્રેનની રક્ષા કરવી અમારા માટે કઠિન બની જશે. ઝેલેંસ્કીએ આ વાત પર અફસોસ વ્યક્ત કર્યો કે અમેરિકન પ્રેસિડેન્ટ સાથે થયેલા ટકરાવ સાર્વજનિક રીતે પ્રસારિત કરવામાં આવ્યો અને કહ્યું, 'હું વિનમ્રતા બનાવી રાખવા માંગુ છું.'
'રાષ્ટ્રપતિનું સન્માન કરૂં છુ પણ માફી નહીં માંગુ'- ઝેલેંસ્કી
જ્યારે ઝેલેંસ્કીને પૂછવામાં આવ્યું કે શું તે રાષ્ટ્રપતિ ટ્રમ્પની માફી માંગશે તો યુક્રેનના રાષ્ટ્રપતિએ જવાબ આપ્યો, 'ના, હું રાષ્ટ્રપતિનું સન્માન કરૂ છું. હું અમેરિકાના લોકોનું પણ સન્માન કરૂ છું, મને નથી લાગતું કે અમે કઇ ખોટુ કર્યું છે.'
ટ્રમ્પ અને ઝેલેંસ્કી વચ્ચે થયો ઝઘડો
ટ્રમ્પ અને ઝેલેંસ્કી વચ્ચે ઓન કેમેરા થયેલા ટકરાવથી આખી દુનિયા ચોંકી ગઇ છે. વાત અહીં સુધી પહોંચી ગઇ કે ઝેલેંસ્કીને વ્હાઇટ હાઉસમાંથી જતા રહેવા માટે કહેવામાં આવ્યું. ટ્રમ્પે વચ્ચે જ વાતચીત બંધ કરી દીધી હતી. મીડિયા સામે ચર્ચા બાદ ટ્રમ્પ મિનરલ ડિલ પર સમજૂતિને લઇને ખાસ વાત કરવાના હતા પણ વાત બગડી જતા તેની શરૂઆત પણ સિક્યુરિટી ડીલના સવાલથી થઇ હતી.
રશિયા સાથે યુદ્ધ વિરામ પર કૉમ્પ્રોમાઇઝ કરવું પડશે- ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર રશિયા-યુક્રેન યુદ્ધ પર મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે કહ્યું કે, 'રશિયાની સાથે યુદ્ધ વિરામ પર કૉમ્પ્રોમાઇઝ કરવું પડશે. યુદ્ધ ખોટી દિશામાં જઈ રહ્યું છે. રશિયાની સાથે અમારી સારી ચર્ચા થઈ છે.'ટ્રમ્પે કહ્યું કે, અમારા કારણે તમે સહી સલામત છો, સમજૂતી કરી લો. અમેરિકા વગર યુક્રેન યુદ્ધ ન લડી શકે યુક્રેન અમારા કારણે યુદ્ધમાં લાંબો સમય સુધી ટકી શક્યું.યુક્રેને સમજૂતી કરવી પડશે.
જો કે, ઝેલેંસ્કીએ યુદ્ધવિરામનો વિરોધ કર્યો અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, કોઈ સમજૂતી નહીં કરીએ. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. કીવ પોસ્ટના અનુસાર, ઝેલેંસ્કીએ ટ્રમ્પ યુદ્ધ વિરામનો વિરોધ કર્યો અને કહ્યું કે, અમારે માત્ર યુદ્ધ વિરામની જરૂર નથી. કોઈ યુદ્ધવિરામ નહીં માનીએ. અમે પહેલા પણ આવું કર્યું છે. પુતિને 25 વખત તેનું ઉલ્લંઘન કર્યું છે, જેમાં તમારા રાષ્ટ્રપતિ કાળ દરમિયાન પણ આ થયું.
અમેરિકન મીડિયા રિપોર્ટના અનુસાર, રાષ્ટ્રપતિ ટ્રમ્પ, ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને રાષ્ટ્રપતિ ઝેલેંસ્કી વચ્ચે ઓવલ ઓફિસમાં ખુબ ઉગ્ર ચર્ચા થઈ. ઝેલેંસ્કીએ વેન્સને યુક્રેન આવવા માટે કહ્યું અને વેન્સે તેના પર પ્રચાર યાત્રા કરવાનો આરોપ લગાવ્યો. ટ્રમ્પે ઝેલેંસ્કીને કહ્યું કે, હજુ તમારી પાસે કાર્ડ નથી. તમે ત્રીજા વિશ્વ યુદ્ધની રમત રમી રહ્યા છો. ઝેલેંસ્કી... તમે અમેરિકાનું અપમાન કરી રહ્યા છો. આટલી નફરત વચ્ચે શાંતિ સંભવ નથી.
ઝેલેંસ્કી અને ટ્રમ્પ વચ્ચે ઉગ્ર ચર્ચા
શાંતિ કરારના ઉલ્લેખ પર ઝેલેંસ્કી ગુસ્સે થયા અને ટ્રમ્પ સાથે ઉગ્ર દલીલ કરી. ઝેલેંસ્કીએ કહ્યું કે, 'અમે કોઈપણ યુદ્ધવિરામ સ્વીકારીશું નહીં.' આના પર ટ્રમ્પે કહ્યું, 'તમારો દેશ મુશ્કેલીમાં છે. તમે અમને ન જણાવો કે અમારે શું કરવાનું છે. તમે ત્રીજા વિશ્વયુદ્ધની રમત રમી રહ્યા છો. તમે અમને આદેશ આપવાની સ્થિતિમાં નથી. અમેરિકાએ યુક્રેનને હથિયાર આપ્યા છે. અમે તમને 350 અબજ ડોલરના હથિયાર આપ્યા છે. જો તમે સમાધાન નહીં કરો, તો અમે આમાંથી બહાર નીકળીશું. આજથી તમારા ખરાબ દિવસો શરૂ થયા છે.'
ઇન્વેસ્ટમેન્ટ રિટર્ન માંગતા હતા ટ્રમ્પ
રાષ્ટ્રપતિ ટ્રમ્પ પૂર્વ પ્રેસિડેન્ટ જો બાઇડન તંત્ર દ્વારા યૂક્રેનને આપવામાં આવતી આર્થિક અને સૈન્ય મદદનું વળતર માંગી રહ્યાં હતા. તે ઇચ્છતા હતા કે અમેરિકાને કોઇ રીતનું તે ઇન્વેસ્ટમેન્ટનું રિટર્ન મળી જાય. પોતાના નિવેદનમાં કેટલીક વખત તેમને સાંભળતા જોઇ શકાય છે કે સપોર્ટના બદલે અમેરિકાને 500 અરબ ડૉલર જોઇએ પરંતુ 350 અરબ ડૉલર વાત ફાઇનલ કરવા માંગતા હતા, તેમને શર્ત પણ મુકી હતી કે તેના બદલે યુક્રેનને કઇ નહીં મળે, સુરક્ષા પણ નહીં.
વગર સિક્યુરિટી ગેરંટીની ડિલ પર સાઇન કરવા માટે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેંસ્કી શુક્રવારે અમેરિકા પહોંચ્યા હતા અને વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. ટ્રમ્પ ખુદ તેમના સ્વાગતમાં બહાર દરવાજા સુધી આવ્યા હતા. બન્ને નેતાઓની તસવીર પણ સામે આવી હતી. તે બાદ ટ્રમ્પ અને ઝેલેંસ્કી પોતાની કેબિનેટ સાથે પ્રેસને સંબોધિત કરવા માટે બેઠા હતા. આ દરમિયાન બન્ને નેતા વચ્ચે જોરદાર ટકરાવ ઉભો થયો હતો.