
અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લીધા છે. રાષ્ટ્રપતિ તરીકે તેમનો આ બીજો કાર્યકાળ છે. પહેલી વખત તેમણે 20 જાન્યુઆરી 2017માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. જ્યારે હવે 2025માં રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પ ફરીથી વાપસી થઇ છે.
અમેરિકાને મળ્યા નવા રાષ્ટ્રપમુખ
ડોનાલ્ડ ટ્રમ્પે કેપિટલ હિલના હૉલમાં બાઇબલ પર હાથ મૂકીને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદના શપથ લીધા. ટ્રમ્પની પહેલા જેડી વેન્સે ઉપરાષ્ટ્રમુખ પદના શપથ લીધા હતા. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં થયેલી ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પે કમલા હેરિસને હરાવ્યા હતા.
https://twitter.com/ANI/status/1881388000179093646
એલોન મસ્ક સહિત આ મોટી હસ્તીઓ શપથ ગ્રહણ સમારોહમાં
ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં ઘણી મોટી હસ્તીઓ પહોંચી હતી. આમાં ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ, એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ અને એલોન મસ્કનો સમાવેશ થાય છે.
ચર્ચમાં પ્રાર્થનાથી કરી દિવસની શરૂઆત
શપથવિધિ અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલાનિયાએ વોશિંગ્ટનના લાફાયેટ સ્ક્વેર સ્થિત સેંટ જોન્સ એપિસ્કોલ ચર્ચમાં પ્રાર્થના કરી હતી.
https://twitter.com/ANI/status/1881384362039779606
વોશિંગ્ટન ડીસીમાં પ્રચંડ ઠંડી, ઈમરજન્સી લાગુ
અમેરિકાના સમય અનુસાર બપોરે 12 વાગ્યે તેઓ શપથ લેશે. જોકે શપથવિધિ અગાઉ અમેરિકામાં કુદરતનો કેર જોવા મળી રહ્યો છે. જેના કારણે ટ્રમ્પે સમર્થકોને રસ્તા પર ઉજવણી ન કરવા અપીલ પણ કરી છે. કડકડતી ઠંડીના કારણે 40 વર્ષ બાદ અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની શપથવિધિ ખુલ્લા આકાશ નીચે નહીં પણ રોટુંડા હૉલમાં યોજાશે. અગાઉ 1985માં પણ ઈનડોર શપથવિધિ યોજાઇ હતી.
શપથ લેતા જ 100 ફાઈલો પર સહી કરશે ટ્રમ્પ
અમેરિકાની ચૂંટણીમાં ટ્રમ્પની જીત બાદથી જ દુનિયાભરના દેશોના રાજકારણ પર તેજીથી ફેરબદલ થઈ રહ્યા છે. એવામાં ટ્રમ્પે કહ્યું છે કે ખુરશી સંભાળતા જ તેઓ 100 મહત્વપૂર્ણ ફાઈલો પર સહી કરશે.