Home / World : Donald Trump ends funding to increase voting in India

ભારત પાસે ઘણા પૈસા છે, અમેરિકા કેમ કરોડો ડૉલર આપે; PM મોદીને મળ્યા બાદ ટ્રમ્પે આપ્યો ઝટકો

ભારત પાસે ઘણા પૈસા છે, અમેરિકા કેમ કરોડો ડૉલર આપે; PM મોદીને મળ્યા બાદ ટ્રમ્પે આપ્યો ઝટકો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આપવામાં આવતી 1.8 અબજ ડૉલરની નાણાકીય સહાયને લઇને સવાલ ઉઠાવ્યા છે. અમેરિકાએ તાજેતરમાં આ સહાય બંધ કરી દીધી છે.ભારતને આ આર્થિક મદદ વોટિંગ ટકાવારી વધારવા માટે આપવામાં આવતી હતી.ટ્રમ્પે પોતાની પહેલાની સરકારના આ નિર્ણયની ટીકા કરી હતી અને કહ્યું કે ભારત વિશ્વમાં સૌથી વધુ ટેક્સ લગાવનારા દેશમાંથી એક છે. ભારતમાં ટેરિફ એટલો ઊંચો છે કે આપણે ત્યાં મુશ્કેલીથી વેપાર કરી શકીએ છીએ. મહત્ત્વપૂર્ણ છે કે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને મોટો ઝટકો આપ્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અમે ભારતને 108 અબજ ડૉલર કેમ આપીયે? 

એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, ટ્રમ્પે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની બે દિવસીય અમેરિકા મુલાકાતનો ઉલ્લેખ કરતા કહ્યું, "આપણે ભારતને 108 અબજ ડોલર કેમ આપી રહ્યા છીએ? તેમની પાસે પહેલેથી જ ઘણા પૈસા છે. તેઓ વિશ્વના સૌથી વધુ ટેક્સ લગાવનારા દેશમાંથી એક છે. આપણે ત્યાં મુશ્કેલીથી પ્રવેશ કરી શકીએ છીએ કારણ કે તેમના ટેરિફ ઘણા વધારે છે. મને ભારત અને તેમના વડાપ્રધાનને લઇને ઘણુ સન્માન છે પરંતુ ત્યાંની ચૂંટણીમાં મતદારોની ભાગીદારી વધારવા માટે 1.8 અબજ ડૉલર કેમ આપવા જોઇએ?"

મહત્ત્વપૂર્ણ છે કે 16 ફેબ્રુઆરીએ એલન મસ્કના નેતૃત્ત્વ ધરાવતા ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સી (DOGE)એ આ ફંડને રદ કરવાની જાહેરાત કરી હતી. DOGEએ આ નિર્ણય બાદ વિવિધ હેતુઓ માટે યુએસ કરદાતાઓ દ્વારા વિવિધ દેશોને ફાળવવામાં આવેલા ભંડોળની યાદી શેર કરી હતી. જેમાં 21 મિલિયન ડોલરનો ઉલ્લેખ કરતા કહેવામાં આવ્યું કે આ રકમ ભારતમાં વોટર ટર્નઆઉટ માટે  રાખવામાં આવી હતી.

મહત્ત્વપૂર્ણ છે કે, ગયા મહિને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મસ્કને નવા સરકારી કાર્યદક્ષતા વિભાગના પ્રમુખ ચૂંટવામાં આવ્યા હતા. શાસન સુધારવા અને નકામા ખર્ચને રોકવા માટે વિભાગે પર કાપની જાહેરાત કરી હતી. 

 

Related News

Icon