
અમેરિકામાં 500થી વધુ એવા લોકોની ધરપકડ કરવામાં આવી છે જે ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશવા આવ્યા હતા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતા જ આ બાબતે સખ્ત કાર્યવાહી કરી છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે કહ્યું કે, ધરપકડ કરાયેલા 538 લોકોમાંથી અનેકનો અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવ્યા છે. તેમને લશ્કરી વિમાનમાં બેસાડીને બહાર છોડી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ વકફ બિલની JPC બેઠકમાં હોબાળો, 10 સાંસદને એક દિવસ માટે સસ્પેન્ડ કરાયા
ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને બહાર કાઢવાના આદેશ પર પણ હસ્તાક્ષર કર્યા છે. આ કાયદામાં જણાવાયું છે કે છેલ્લા 4 વર્ષોમાં અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સનું જાણે કે પૂર આવ્યું છે. એટલા માટે હવે આ લોકોને બહાર કાઢવાની જરૂર છે જેથી અમેરિકન સંસાધનોનો ઉપયોગ અહીંના લોકો માટે થઈ શકે.
આ પણ વાંચોઃ મોકામા ફાયરિંગ કેસ: બાહુબલી પૂર્વ ધારાસભ્ય અનંત સિંહે કોર્ટમાં કર્યું આત્મસમર્પણ
આદેશમાં કહેવામાં આવ્યું છે કે, 'લાખો પ્રવાસીઓ ગેરકાયદેસર રીતે સરહદમાં પ્રવેશીને ઘૂસી ગયા છે. આ લોકો સીધા ફ્લાઇટ થકી આવ્યા છે અથવા કોમર્શિયલ ફ્લાઇટ દ્વારા આવ્યા છે. હવે તેઓ અમેરિકાના વિવિધ વિસ્તારોમાં સ્થાયી થયા છે. આ બધું અમેરિકન કાયદાઓનું ઉલ્લંઘન કરીને થયું છે. આવા લોકોને અમેરિકાની સુરક્ષા માટે ખતરારૂપ તરીકે વર્ણવવામાં આવ્યા છે.
કેરોલિન લેવિટે જણાવ્યું કે, ટ્રમ્પ વહીવટીતંત્રે 538 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ ગુનેગારોની ધરપકડ કરી છે, જેમાં એક શંકાસ્પદ આતંકવાદી, ટ્રેન ડી અરાગુઆ ગેંગના ચાર સભ્યો અને સગીરો સામે જાતીય ગુનાઓના દોષિત અસંખ્ય ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સનો સમાવેશ થાય છે.
https://twitter.com/WhiteHouse/status/1882621328123171308
આદેશમાં કહેવામાં આવ્યું છે કે, 'આ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર સલામતી માટે ખતરો બની ગયા છે.' આ ઉપરાંત નિર્દોષ અમેરિકનો તેમના દ્વારા કરવામાં આવતા ગુનાઓનો ભોગ બની રહ્યા છે. જણાવી દઈએ કે 23 જાન્યુઆરીએ જ યુએસ કોંગ્રેસે લેકન રાયલી એક્ટને મંજૂરી આપી દીધી છે, જે મુજબ નકલી દસ્તાવેજો સાથે અમેરિકામાં રહેતા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને હાંકી કાઢવામાં આવે.
ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા ત્યારથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે કાર્યવાહી ચાલુ છે. છેલ્લા ત્રણ દિવસમાં અનેક ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી થઈ હતી. સંપૂર્ણ આંકડા આપતાં વ્હાઇટ હાઉસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે અમેરિકન એજન્સીઓએ 538 લોકોની ધરપકડ કરી છે. આમાંથી અનેક લોકોને બહાર પણ મોકલી દેવામાં આવ્યા છે. તેમનું કહેવું છે કે આ અમેરિકાના ઇતિહાસનું સૌથી મોટું ઓપરેશન છે, જેના હેઠળ મોટા પાયે લોકોને બહાર કાઢવામાં આવશે. અમે વચન આપ્યું હતું જે હવે પૂર્ણ થઈ રહ્યું છે. વ્હાઇટ હાઉસે પણ આ અંગે ટ્વિટ કર્યું છે અને સમગ્ર કાર્યવાહી વિશે વિગતવાર માહિતી આપી છે.
ત્રણ વર્ષ પહેલા જે સંખ્યા હતી તેના કરતાં 2022 માં ત્રણ ગણી વધી હતી અને 2025માં તે દસ ગણી વધવાનો અંદાજ છે. અત્યાર સુધીમાં છેલ્લી સુનાવણી સુધી અમેરિકન સરકારે કુલ 54350 ગેરકાયદે રીતે રહેતા નાગરિકોને અસાઈલમના કાયદા હેઠળ અમેરિકામાં રહેવાની માન્યતા આપી છે જેમાંથી ગુજરાતના 5430 નાગરિકોને માન્યતા મળી છે.
દર વર્ષે હજારોની સંખ્યામાં ગુજરાતીઓ બોર્ડર ક્રોસ કરીને ઘૂસણખોરી કરે છે
ઉલ્લેખનીય છે કે, દર વર્ષે હજારોની સંખ્યામાં ગુજરાતીઓ વિદેશ જવાની ઘેલછામાં અમેરિકાની કેનેડા અને મેક્સિકો બોર્ડર ક્રોસ કરીને ઘૂસણખોરી કરે છે. ઘણાં પરિવારો સાથે ઘૂસણખોરી કરતાં પકડાઈ પણ જાય છે અને જીવ પણ ગુમાવે છે. ડિંગુચા ગામના જગદિશ પટેલનો પરિવારની ઘટના સર્વ વિદિત છે ત્યારે અમેરિકા અને કેનેડાની સરકારોએ ભારતીયો દ્વારા થતી ક્રોસ બોર્ડર ઘૂસણખોરી સામે લાલ આંખ કરી છે.