
અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરી, 2025ના દિવસે શપથ ગ્રહણ કરશે. શપથ ગ્રહણ કર્યા બાદ અમેરિકાના ટ્રમ્પે અમેરિકાના ઈતિહાસમાં સૌથી મોટો નિર્ણ લેવાનો સંકલ્પ કર્યો છે. જેની તૈયારી માટે ICE (U.S. Immigration and Customs Enforcement)ના દેશનિકાલા (Deportation) માટે લગભગ 15 લાખ વ્યક્તિઓની યાદી તૈયારી કરી છે. તેમાંથી લગભગ 18 હજાર ભારતીય નાગરિકનો આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ 18 હજાર ભારતીયોના માથે દેશનિકાલાની તલવાર લટકી છે.
18 હજાર ભારતીયોનો કરાશે દેશ નિકાલો?
નવેમ્બર, 2024માં રજૂ કરવામાં આવેલા ICE ના અનુસાર, અમેરિકામાં અંતિમ દેશનિકાલાના આદેશ સાથે 15 લાખ વ્યક્તિઓમાંથી 17, 940 ભારતીયો સામેલ છે.
ઓક્ટોબરમાં પણ કરાઈ હતી કાર્યવાહી
Pew Research Center ના ડેટા અનુસાર, અમેરિકામાં લગભગ 7,25,00 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ ભારતીય છે. જે મેક્સિકો અને અલ સાલ્વાડોરની પછી ત્રીજા નંબરની સૌથી મોટી ગેરકાયદેસર ઇમિગ્રન્ટની વસતી બની ગઈ છે. નોંધનીય છે કે, ઓક્ટોબરમાં આ ડેટા જાહેર થયા તે પહેલા, અમેરિકાએ દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીય નાગરિકોના દેશનિકાલ માટે ચાર્ટર્ડ ફ્લાઇટનો ઉપયોગ કર્યો હતો.
હોમલેન્ડ સિક્યુરિટી વિભાગના જણાવ્યા અનુસાર, 22 ઓક્ટોબરે ભારત મોકલવામાં આવેલી ફ્લાઇટનું આયોજન ભારત સરકારના સહયોગથી કરવામાં આવ્યું હતું.
90 હજાર ભારતીયોની ધરપકડ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ નાણાકીય વર્ષોમાં ગેરકાયદેસર રીતે અમેરિકાની સરહદો પાર કરવાનો પ્રયાસ કરતી વખતે સરેરાશ 90,000 ભારતીયોની ધરપકડ કરવામાં આવી હતી. સ્થાનિક ઇમિગ્રેશન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આમાંથી મોટાભાગના પંજાબ, ગુજરાત અને આંધ્રપ્રદેશના ભારતીયો છે.
આ પણ વાંચો : US/ ભારતીય મૂળના હરમીત ધિલ્લોન કોણ છે? જેમને ટ્રમ્પે સોંપી છે મોટી જવાબદારી
અમેરિકાનો આરોપ
ICE દસ્તાવેજે ભારતીય સત્તાવાળાઓ દ્વારા સંકલન ન કરવાનો તેમજ દેશનિકાલની પ્રક્રિયાને જટીલ બનાવવાનો તેમજ અમેરિકાને સહકાર ન આપવાનો આરોપ લગાવ્યો છે. દેશનિકાલાની અમલીકરણ વ્યૂહરચનાના ભાગરૂપે આ પડકારોનો સામનો કરવા રાજદ્વારી પગલાંની શોધ કરવામાં આવી રહી છે.