
પાકિસ્તાનમાં ફરી એક વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 રહી હતી. પાકિસ્તાનના કેટલાક શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપને કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર 10 કિલોમીટર ઊંડાઇ પર હતું.
આ પહેલા પાકિસ્તાનમાં 30 એપ્રિલ 2025એ ભૂકંપના આંચકા અનુભવાયા હતા, તે સમયે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.4 હતી. અફઘાનિસ્તાનમાં 3 મેએ 2025એ 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. NCS અનુસાર ભૂકંપનું કેન્દ્રબિંદુ 15 કિલોમીટર ઊંડાઇ પર હતું.