PM Modi US Visit: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વોશિંગ્ટન ડીસીમાં મળવાના છે. ટ્રમ્પે અમેરિકની સત્તા સંભાળ્યા પછી યોજાનારી આ ખાસ બેઠક પર આખી દુનિયાની નજર છે. આ બેઠક બાદ ઘણી મોટી જાહેરાતો થઈ શકે છે. મોદી અને ટ્રમ્પ બંને અમેરિકન રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન વ્હાઇટ હાઉસમાં મળશે. આ સમયગાળા દરમિયાન બંને વૈશ્વિક નેતાઓ દ્વિપક્ષીય બેઠક કરશે અને ત્યારબાદ એક પ્રેસ નિવેદન પણ બહાર પાડશે. ટ્રમ્પ અને પીએમ મોદી સાથે ડિનર પણ કરશે. પીએમ મોદી વોશિંગ્ટન ડીસીના બ્લેર હાઉસમાં રોકાયા છે.
એલોન મસ્ક પીએમ મોદીને મળ્યા
ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક પીએમ મોદીને મળવા બ્લેર હાઉસ પહોંચ્યા હતા. મસ્કની સાથે તેના ત્રણ બાળકો પણ હતા. આ પહેલા પણ મસ્ક ઘણા મોટા પ્રસંગોએ તેમના પુત્ર સાથે જોવા મળ્યા છે.
મસ્ક પહેલા માઈકલ વોલ્ટ્ઝ પીએમ મોદીને મળ્યા
મસ્ક પહેલા અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઈકલ વોલ્ટ્ઝે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. વોલ્ટ્ઝ વોશિંગ્ટન ડીસીમાં બ્લેર હાઉસ પહોંચ્યા હતા, જ્યાં તેમણે પીએમ મોદી સયથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને NSA અજિત ડોભાલ પણ હાજર રહ્યા હતા.