
ઇટાલીના વડાપ્રધાન જોર્જિયા મેલોની અને અમેરિકાના બિઝનેસમેન એલન મસ્કની એક તસવીર ઇન્ટરનેટ પર વાયરલ થઇ છે. વાયરલ તસવીર બાદ લોકો અનુમાન લગાવી રહ્યાં છે કે એલન મસ્ક અને જ્યોર્જિયા મેલોની એક બીજાને ડેટ કરી રહ્યાં છે. વાયરલ તસવીર ન્યૂયોર્કમાં આયોજિક એક એવોર્ડ સમારંભની છે. હવે
ટેસ્લાના એક ફેન ક્લબે પણ એલન મસ્ક અને મેલોનીની તસવીર શેર કરતા પૂછ્યું શું લાગે છે બન્ને એક બીજાને ડેટ કરશે? આ જવાબ ખુદ એલન મસ્કે આપ્યો છે. એલન મસ્કે કહ્યું કે, અમે ડેટ નથી કરતા.
એલન મસ્કે કરી પ્રશંસા
એલન મસ્કે જૂન 2023માં પ્રથમ વખત રોમમાં સ્થિત જોર્જિયા મેલોનીના ઘરની મુલાકાત પણ લીધી હતી. તે બાદ પણ બન્ને કેટલીક વખત મળી ચુક્યા છે. એવોર્ડ સમારંભ દરમિયાન એલન મસ્કે મેલોનીની પ્રશંસા કરી છે. મસ્કે મેલોનીને 'સાચી, પ્રામાણિક અને ઇમાનદાર' ગણાવી છે.
જોર્જિયા મેલોનીએ માન્યો આભાર
એલન મસ્કે કહ્યું કે, આ સમ્માન કોઇ આવા વ્યક્તિને આપવું સમ્માનની વાત છે, જે બહારથી જેટલો સુંદર છે...તેનાથી વધુ અંદરથી સુંદર છે. રાજનેતાઓ વિશે હંમેશા આવું ના કહી શકાય. મેલોનીએ ઇટાલીના વડાપ્રધાનના રૂપમાં સારૂ કામ કર્યું છે. પ્રશંસા કરવા બદલ મેલોનીએ પણ આભાર માન્યો છે.