
એલન મસ્કની દીકરી વિવિયન જેના વિલ્સને પોતાના પિતા પર આરોપ લગાવ્યો કે જ્યારે તે ગર્ભવતી બની હતી ત્યારે તેમને IVFનો ઉપયોગ કર્યો હતો.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થ્રેડ્સ પર એક પોસ્ટમાં વિવિયન જેના વિલ્સને લખ્યુ, "જન્મ સમયે મારો લિંગ એક વસ્તુ હતી જેને ખરીદવામાં આવ્યો હતો અને તેના માટે પૈસા પણ આપવામાં આવ્યા હતા, માટે જ્યારે હું બાળપણમાં સ્ત્રી હતી અને પછી ટ્રાન્સજેન્ડર બની ગઇ તો હું તેના ઉત્પાદનની વિરૂદ્ધ હતી જેને વેચવામાં આવ્યો હતો.મર્દાનગીની તે અપેક્ષા વિરૂદ્ધ મારે જીવનભર વિદ્રોહ કરવો પડ્યો.
ફોર્બ્સના 2020ના રિપોર્ટ અનુસાર એલન મસ્કને પ્રજનન માટે એક ઇજનેરી અભિગમ ધરાવતા વ્યક્તિ તરીકે વર્ણવવામાં આવ્યો હતો.પાંચ બાળકો IVF દ્વારા જન્મ્યા હતા. રિપોર્ટમાં મસ્કના IVFના ઉપયોગ અંગે પણ પ્રશ્નો ઉભા થયા હતા, જેમાં પૂછવામાં આવ્યું હતું કે "શું તેમના પહેલા બાળકોને પ્રીઇમ્પ્લાન્ટેશન તબક્કામાં પુરુષ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા?"
યુનાઇટેડ સ્ટેટ્સમાં લિંગ-પસંદગીયુક્ત IVF કાયદેસર છે, પરંતુ બાળકના લિંગની પસંદગીના વિવાદિત નૈતિકતાને કારણે તે વિવાદાસ્પદ છે. ભારત, કેનેડા અને ચીન જેવા ઘણા દેશોમાં લોકોને પુત્ર બાળકો પેદા કરવાથી રોકવા માટે તેને ગેરકાયદેસર ઠેરવવામાં આવ્યું છે.
જોકે, એલન મસ્કે હજુ સુધી તેમની પુત્રીના દાવા પર કોઈ ટિપ્પણી કરી નથી.2022 માં, વિલ્સને કાયદેસર રીતે તેનું નામ અને લિંગ બદલ્યું હતું અને કહ્યું કે તે હવે તેના જૈવિક પિતા સાથે રહેતી નથી અથવા તેની સાથે સંબંધ રાખવા માંગતી નથી.