
ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સએ ગુરુવારે તેમના મેગા રોકેટ સ્ટારશિપનું આઠમી વખત પરીક્ષણ કર્યું હતું. જોકે આ દરમિયાન મસ્કને જોરદાર ઝટકો લાગ્યો કેમ કે લોન્ચિંગની અમુક જ મિનિટો બાદ સ્ટારશિપ સાથે તેનું સંપર્ક તૂટી ગયું. જેના લીધે એન્જિન બંધ થઇ ગયું અને કંપનીના લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન જ આકાશમાં સ્ટારશિપનું રોકેટ ફાટી ગયું.
ઈલોન મસ્કની કંપનીએ શું કહ્યું?
આ ઘટનાની થોડીક જ મિનિટો બાદ સોશિયલ મીડિયા પર અનેક વીડિયો ફરતા થયા જેમાં દેખાયું કે દક્ષિણ ફ્લોરિડા અને બહામાસની આજુબાજુના આકાશમાં અંતરિક્ષ યાનનો કાટમાળ અગનગોળાની જેમ જમીન તરફ પડ્યો હતો. જોકે કંપનીએ કહ્યું કે આ મિશન સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું નથી. અમે આ લોન્ચિંગ સમયે સુપર હેવી બૂસ્ટરનું પરીક્ષણ કર્યું હતું જેણે સફળતાપૂર્વક કામ કર્યું અને સ્પેસએક્સને મહત્ત્વપૂર્ણ ડેટા મળી રહ્યો.
ફેલ થયો પ્લાન
સ્પેસ-સ્કિમિંગ ફ્લાઇટ એક કલાક ચાલવાની હતી અને પ્લાન મુજબ મોક સેટેલાઇટ અવકાશમાં લોન્ચ કરી શકાયા ન હતા. રોકેટ પર મુશ્કેલી સર્જાય તે પહેલા અવકાશયાન લગભગ 90 માઈલ (150 કિલોમીટર)ની ઊંચાઈએ પહોંચ્યું હતું. તે પછી બેલાસ્ટ વિસ્ફોટ થયો અને રોકેટ વિખેરાઈ ગયું, તેનો કાટમાળ નીચે પડ્યો. "દુર્ભાગ્યવશ, આ છેલ્લી વખત પણ બન્યું હતું, તેથી હવે અમારી પાસે આ સાથે થોડી પ્રેક્ટિસ છે," સ્પેસએક્સ ફ્લાઇટ કોમેન્ટેટર ડેન હ્યુટે લોન્ચ સાઇટ પરથી જણાવ્યું હતું.
https://publish.twitter.com/?url=
https://twitter.com/NorcrossUSA/status/1897796234502349117#
અવકાશયાત્રીઓને ચંદ્ર પર ઉતારવા માટે સ્ટારશિપ બુક કરી
નાસાએ આ દાયકાના અંતમાં તેના અવકાશયાત્રીઓને ચંદ્ર પર ઉતારવા માટે સ્ટારશિપ બુક કરી છે. સ્પેસએક્સના એલોન મસ્કનું લક્ષ્ય વિશ્વના સૌથી મોટા અને સૌથી શક્તિશાળી રોકેટ સ્ટારશિપ સાથે મંગળ પર જવાનું છે.ભવિષ્યના મિશન માટે પ્રેક્ટિસ તરીકે આ 8મી ટેસ્ટ ફ્લાઇટમાં રોકેટ અવકાશમાં પહોંચ્યા પછી છોડવા માટે સ્ટારશિપ પાસે ચાર મોક સેટેલાઇટ હતા. તેઓ સ્પેસએક્સના સ્ટારલિંક ઈન્ટરનેટ ઉપગ્રહો જેવા જ હતા, જેમાંથી હજારો હાલમાં પૃથ્વીની ભ્રમણકક્ષા કરે છે.
કેવી રીતે થયો બ્લાસ્ટ
તપાસ મુજબ, આગ ઇંધણ લીક થવાથી શરૂ થઈ હતી જેણે અવકાશયાનના એન્જિન બંધ કરી દીધા હતા. ઓન-બોર્ડ સ્વ-વિનાશ સિસ્ટમ યોજના મુજબ સક્રિય કરવામાં આવી હતી. સ્પેસએક્સે જણાવ્યું હતું કે તેણે દુર્ઘટના પછી અવકાશયાનમાં ઘણા સુધારા કર્યા છે અને ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને તાજેતરમાં ફરી એકવાર લોન્ચ માટે સ્ટારશિપને મંજૂરી આપી છે.મેક્સીકન સરહદ નજીક, ટેક્સાસના દક્ષિણ છેડેથી સ્ટારશિપ ઉપડે છે. આ પછી રોકેટ દક્ષિણ ફ્લોરિડા અને બહામાસમાં લેન્ડ થયું અને વિસ્ફોટ થયો. SpaceX કેપ કેનાવેરલ, ફ્લોરિડામાં બીજું સ્ટારશિપ કોમ્પ્લેક્સ બનાવી રહ્યું છે.