Home / World : Four Israeli female soldiers were released by Hamas in exchange for 200 Palestinian prisoners

હમાસે સીઝફાયર વચ્ચે 200 પેલેસ્ટિયન કેદીના બદલામાં 4 ઇઝરાયેલી મહિલા સૈનિકોને કર્યા મુક્ત

હમાસે સીઝફાયર વચ્ચે 200 પેલેસ્ટિયન કેદીના બદલામાં 4 ઇઝરાયેલી મહિલા સૈનિકોને કર્યા મુક્ત

હમાસે 16 મહિના બાદ ચાર ઈઝરાયલી મહિલા સૈનિકોને મુક્ત કર્યા. આ સૈનિકોનું 2023માં નહલ ઓજ બેઝ પર હુમલા દરમિયાન અપહરણ થઈ ગયુ હતું. ઈઝરાયલ અને હમાસની વચ્ચે ગાઝામાં સીઝફાયર કરાર હેઠળ બંધકોની આ બીજી અદલા-બદલી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

હમાસે લગભગ 16 મહિનાની કેદ બાદ ચાર ઈઝરાયલી મહિલા સૈનિકોને ગાઝાથી મુક્ત કર્યા છે. આ તમામ ઈઝરાયલી સૈનિક રહી ચૂક્યા છે, જેમની ઓળખ 19 વર્ષની લિરી અલબાગ, 20 વર્ષીય ડેનિએલા ગિલબોઆ, 20 વર્ષીય કરીના એરિએવ અને 20 વર્ષની નામા લેવી તરીકે કરવામાં આવી છે. આ તે સાત મહિલા સૈનિકોમાં સામેલ હતી, જેમને 7 ઓક્ટોબર 2023એ નહલ ઓજ બેઝ પર હુમલા દરમિયાન હમાસે અપહરણ કરી લીધું હતું. આ હુમલામાં 1,400 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતાં. 

ઇઝરાયેલ સંરક્ષણ દળો (IDF) એ જાહેરાત કરી છે કે મુક્ત કરવામાં આવેલા સૈનિકોના સ્વાગતની તમામ તૈયારીઓ પૂરી કરી લેવાઈ છે. મેનપાવર ડાયરેક્ટરેટ અને મેડિકલ કૉર્પ્સએ પ્રારંભિક સ્વાગત કેન્દ્ર સ્થાપિત કર્યા છે. જ્યાં આ સૈનિકોની મેડિકલ તપાસ અને મદદ કરવામાં આવશે. તે બાદ તેમને હોસ્પિટલોમાં સ્થળાંતરિત કરવામાં આવશે, જ્યાં તે પરિવારની સાથે મળી શકશે અને આગળની સારસંભાળ પ્રાપ્ત કરશે.

આ મુક્તિ તણાવપૂર્ણ સ્થિતિની વચ્ચે એક મહત્ત્વપૂર્ણ ઘટનાક્રમ છે અને બંધકોની સુરક્ષા નક્કી કરવાના પ્રયત્નોનો ભાગ છે. આ ઈઝરાયલ અને હમાસની વચ્ચે ગાઝામાં યુદ્ધ વિરામ કરાર હેઠળ બંધકોનું બીજું આદાન-પ્રદાન છે. આ કરાર અનુસાર ઈઝરાયલ હવે પેલેસ્ટિનિયન કેદીઓના એક જૂથને મુક્ત કરશે, જોકે તેલ અવીવની તરફથી તેમની ચોક્કસ સંખ્યાની જાણકારી આપવામાં આવી નથી.

હમાસે કહ્યું કે આ અદલા-બદલીના ભાગ તરીકે 200 કેદીઓને મુક્ત કરવામાં આવશે, જેમાં હમાસ, ઈસ્લામિક જેહાદ અને પોપ્યુલર ફ્રન્ટ ફોર ધ લિબરેશન ઓફ પેલેસ્ટાઈન (પીએફએલપી) ના સભ્ય સામેલ થવાની આશા છે. તેમાંથી અમુક કેદી આજીવન કારાવાસની સજા કાપી રહ્યાં છે.

આઈડીએફે જાહેરાત કરી છે કે તેણે બંધકોની વાપસી માટે પોતાની તૈયારીઓ પૂરી કરી લીધી છે, જેમાં મેનપાવર ડાયરેક્ટોરેટ અને મેડિકલ કોર પ્રારંભિક સ્વાગત પોઈન્ટ્સનું સમન્વય કરી રહ્યાં છે. ત્યાં મુક્ત કરવામાં આવેલા કેદીઓનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે અને આગળની સારસંભાળ અને પરિવારના બીજીવખત મેળાપમાં મદદ કરવામાં આવશે. 

Related News

Icon