
આતંકવાદ વિરૂદ્ધ ઇઝરાયેલમાં ભારતના રાજદૂત જેપી સિંહે ભાર આપીને કહ્યું કે, પાકિસ્તાન વિરૂદ્ધ ભારતનું Operation Sindoor રોકવામાં આવ્યું છે, ખતમ નથી થયું. ઇસ્લામાબાદને આતંકવાદી હાફિઝ સઇદ, સાજિદ મીર અને ઝકીઉર રહમાન લખવીને સોપી દેવા જોઇએ, જેમ અમેરિકાએ 26/11 મુંબઇ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર હુસૈન રાણા સાથે કર્યું હતું. મહત્ત્વપૂર્ણ છે કે જેપી સિંહ પાકિસ્તાન હાઇકમિશનમાં પણ ભારતના રાજદૂત તરીકે ફરજ બજાવી ચુક્યા છે.
એક ઇન્ટરવ્યૂમાં આતંકવાદ વિરૂદ્ધ વૈશ્વિક ગઠબંધન બનાવવાનું આહવાન કર્યું અને તહવ્વુર રાણાને અમેરિકા દ્વારા પ્રત્યર્પણના ઉદાહરણ સાથે તુલના કરી હતી.ઓપરેશન સિંદૂર પહેલાની ઘટનાઓને યાદ કરતા જેપી સિંહે કહ્યું કે 22 એપ્રિલે પહેલગામમાં થયેલા હુમલાનો ઉલ્લેખ કર્યો હતો જેમાં 26 નાગરિકોને ધર્મના આધાર પર નિશાન બનાવીને મારવામાં આવ્યા હતા. ઇઝરાયેલના રાજદૂતે કહ્યું કે ભારતની પ્રતિક્રિયા ખાસ પાકિસ્તાનમાં રહેલા આતંકવાદી ગ્રુપ અને તેના પાયાના ઢાંચા પર કેન્દ્રિત હતી.જેપી સિંહે કહ્યું કે આતંકવાદીઓએ લોકોને તેમના ધર્મના આધાર પર માર્યા હતા. ભારતનું અભિયાન આતંકવાદી ગ્રુપ અને તેમના ઢાંચા વિરૂદ્ધ હતું જ્યારે પાકિસ્તાને ભારતના સૈન્ય પ્રતિષ્ઠાનો પર હુમલો કર્યો હતો.
ઇઝરાયેલના ભારતના રાજદૂત જેપી સિંહને જ્યારે પૂછવામાં આવ્યું કે શું યુદ્ધ વિરામ સંઘર્ષના અંતનો સંકેત છે તો જેપી સિંહે જવાબ આપતા કહ્યું કે, ઓપરેશન સિંદૂરને માત્ર રોકવામાં આવ્યું છે, તેમને કહ્યું કે યુદ્ધવિરામ અત્યારે ચાલુ છે પરંતુ અમે સ્પષ્ટ કરી દીધુ કે ઓપરેશન સિંદૂર રોકવામાં આવ્યું છે આ પૂર્ણ થયું નથી. ઇઝરાયેલના રાજદૂતે કહ્યું કે જ્યા કોઇ પણ જગ્યાએ આતંકવાદી છે અમે તે આતંકવાદીઓને મારવાના છે અને તેમના પાયાના ઢાંચાને નષ્ટ કરવાનો છે.
લોહી અને પાણી એક સાથે ના વહી શકે- જેપી સિંહ
સિંધુ જળ સંધિના મુદ્દા પર, જેપી સિંહે કહ્યું કે સરહદ પારથી સતત આતંકવાદી હુમલાઓનો સામનો કરતી વખતે ભારત હવે સદ્ભાવના અને મિત્રતા પર આધારિત સંધિ જાળવી શકશે નહીં. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, લોહી અને પાણી એકસાથે વહી શકતા નથી.
જેપી સિંહે કહ્યું કે આતંકવાદ બંધ થવો જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોઈપણ સંધિ ત્યારે જ અસરકારક બની શકે છે જો પાકિસ્તાન આતંકવાદને સમર્થન આપવાનું બંધ કરે. તેમણે કહ્યું કે જ્યારે IWT મુલતવી રાખવામાં આવ્યો છે, ત્યારે બીજો IWT ચાલુ છે - ઓપરેશન સિંદૂર એ આતંકવાદ સામે ભારતનું યુદ્ધ છે.
જેપી સિંહે ભારતમાં આતંકવાદી હુમલાઓ પાછળ લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના બે મુખ્ય જૂથોનું નામ આપ્યું અને કહ્યું કે તેમના નેતાઓ પાકિસ્તાનમાં મુક્તપણે ફરે છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન ફક્ત આતંકીઓને સોંપીને જ તણાવ ઘટાડી શકે છે જેમની ભારત લાંબા સમયથી માંગણી કરી રહ્યું છે. અમેરિકાનો ઉલ્લેખ કરતા સિંહે પૂછ્યું કે પાકિસ્તાન પણ આ જ રસ્તો કેમ અપનાવી શકતું નથી. તેમણે કહ્યું કે જ્યારે અમેરિકા આ ગુનેગારોને સોંપી શકે છે, તો પાકિસ્તાન તેમને કેમ ન સોંપી શકે? તેમણે ફક્ત હાફિઝ સઈદ, લખવી, સાજિદ મીરને સોંપવા પડશે અને મામલો ખતમ થઈ જશે.