તૂર્કીયેના એજિયન પ્રાંત મુગલામાં એક એર એમ્બ્યુલન્સ હેલિકોપ્ટર એક હોસ્પિટલ બિલ્ડિંગ સાથે અથડાયું હતું. આ ઘટના દરમિયાન અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા. ન્યૂઝ એજન્સીએ NTV બ્રોડકાસ્ટરને ટાંકીને જણાવ્યું હતું કે, આરોગ્ય મંત્રાલયની માલિકીનું હેલિકોપ્ટર રવિવારે ગાઢ ધુમ્મસના કારણે નિયંત્રણ ગુમાવી દેતા સરકારી હોસ્પિટલની ઇમારત સાથે અથડાયું હતું.

