Home / World : Hezbollah fired rockets at Israel

મિડલ ઇસ્ટમાં વધ્યો તણાવ, હમાસના ટોચના કમાન્ડરના મોત બાદ હિઝબુલ્લાએ ઈઝરાયેલ પર છોડ્યા રોકેટ

મિડલ ઇસ્ટમાં વધ્યો તણાવ, હમાસના ટોચના કમાન્ડરના મોત બાદ હિઝબુલ્લાએ ઈઝરાયેલ પર છોડ્યા રોકેટ

મિડલ ઇસ્ટમાં વધતા તણાવ વચ્ચે, ગુરુવારે મોડી રાત્રે (સ્થાનિક સમય) હિઝબુલ્લાએ લેબનોનથી ઇઝરાયેલી પ્રદેશ તરફ ડઝનેક રોકેટ છોડ્યા. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ કહ્યું કે આમાંથી માત્ર પાંચ રોકેટ ઈઝરાયેલમાં પ્રવેશી શક્યા છે. જોકે, કોઈ નુકસાન કે ઈજાના અહેવાલ નથી. ઇઝરાયેલના મીડિયા અહેવાલો અનુસાર, હિઝબુલ્લાહે પશ્ચિમી ગેલીલમાં રોકેટ હુમલાની જવાબદારી સ્વીકારી હતી, જે બેરૂતમાં આતંકવાદી જૂથના લશ્કરી વડાની હત્યા પછી 48 કલાકથી વધુ સમય પછી પ્રથમ વખત છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ઇઝરાયેલે મંગળવારે લેબનીઝ રાજધાની બેરૂત પર હુમલો કર્યો અને હિઝબુલ્લાના ટોચના કમાન્ડરને મારી નાખ્યો. ઇઝરાયેલે કમાન્ડર ફૌદ શુકરને ખતમ કરીને ગોલાન હાઇટ્સમાં 12 બાળકોના મોતનો બદલો લીધો હતો. શુકર આતંકી સંગઠનનો ટોપ કમાન્ડર હતો. માર્યા ગયેલા કમાન્ડર શુકર ગોલાન હાઇટ્સ પર રોકેટ હુમલા માટે જવાબદાર હતો. હવે હિઝબુલ્લાહ તેના કમાન્ડરના મૃત્યુ પછી પરેશાન છે.

ઈઝરાયેલ પર રોકેટ છોડવામાં આવ્યા હતા

ટોચના કમાન્ડર શુકરની હત્યાથી નારાજ હિઝબુલ્લાહે ગુરુવારે મોડી રાત્રે ઇઝરાયેલ પર ડઝનબંધ રોકેટ હુમલા કર્યા. હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવેલા રોકેટ હુમલાનો ઇઝરાયેલે પણ જડબાતોડ જવાબ આપ્યો હતો. ઇઝરાયેલની સેનાએ પણ દક્ષિણ લેબેનોનમાં હિઝબુલ્લાહના રોકેટ લોન્ચર પર હુમલો કરીને જવાબી કાર્યવાહી કરી હતી.

શું કહ્યું ઈઝરાયેલની સેનાએ?

ઇઝરાયેલી સૈન્યના જણાવ્યા મુજબ, જવાબમાં તેણે લેબનોનના યતારમાં હિઝબોલ્લા રોકેટ લોન્ચર પર હુમલો કર્યો, જેનો ઉપયોગ પશ્ચિમી ગેલિલી પર બોમ્બમારો કરવા માટે કરવામાં આવી રહ્યો હતો. સેનાએ કહ્યું કે હુમલામાં છોડવામાં આવેલા ઘણા રોકેટ હવામાં નાશ પામ્યા હતા, જ્યારે ઘણા ખુલ્લા વિસ્તારોમાં પડ્યા હતા. ઈઝરાયેલે અત્યાર સુધી માત્ર શુકર જ નહીં પરંતુ હિઝબુલ્લાહના ઘણા ટોચના કમાન્ડરોને ખતમ કર્યા છે. માર્યા ગયેલાઓમાં વિસામ તવિલ, મોહમ્મદ નેમેહ નાસીર પણ સામેલ હતા.

'શત્રુઓ પર જોરદાર હુમલા'

ઇઝરાયેલની સૈન્યએ સોશિયલ મીડિયા (X) પર પોસ્ટ કર્યું કે, પશ્ચિમી ગેલિલી ક્ષેત્રમાં સક્રિય કરાયેલી ચેતવણીને પગલે, લેબનોનથી આવતા કેટલાંક રોકેટને શોધી કાઢવામાં આવ્યા અને કેટલાકને હવામાં નાશ કરવામાં આવ્યા. તે જ સમયે, કેટલાક ખુલ્લા વિસ્તારોમાં પડ્યા હતા, જો કે કોઈ જાનહાનિ થઈ ન હતી. હમાસના નેતા ઈસ્માઈલ હાનિયા અને હિઝબુલ્લાહ કમાન્ડર શુક્રની હત્યા બાદ પીએમ બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે ઈઝરાયલે છેલ્લા કેટલાક દિવસોમાં દુશ્મનોને આકરા પ્રહારો કર્યા છે.

Related News

Icon