
ઇઝરાયેલ-હમાસ યુદ્ધવિરામ પછી યમનના હુથીઓનું હૃદય પીગળ્યું છે. તેમણે મોટી સંખ્યામાં યુદ્ધ કેદીઓને બિનશરતી મુક્ત કર્યા છે. જોકે, સંયુક્ત રાષ્ટ્ર માટે કામ કરતા અન્ય કર્મચારીઓને બંધક બનાવવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ યમનના હુથી બળવાખોરોએ શનિવારે એકપક્ષીય રીતે 153 યુદ્ધ કેદીઓને મુક્ત કર્યા છે. આ માહિતી આપતાં રેડ ક્રોસની આંતરરાષ્ટ્રીય સમિતિએ જણાવ્યું હતું કે, હુથી બળવાખોરોએ શુક્રવારે રાત્રે સંકેત આપ્યો હતો કે, તેઓ કેદીઓને મુક્ત કરવાની યોજના બનાવી રહ્યા છે.
આ પણ વાંચોઃ Republic Day 2025: પ્રજાસત્તાક દિને વિરતા પુરસ્કારનું એલાન, 942 જવાનોને મળશે મેડલ
ગાઝામાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ બાદ બંને પક્ષો દ્વારા બંધકો અને કેદીઓને મુક્ત કરવામાં આવી રહ્યા છે ત્યારે હુથીઓએ આ નિર્ણય લીધો છે. આવી સ્થિતિમાં ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત બાદ તણાવ ઘટાડવાના પ્રયાસોનો એક ભાગ માનવામાં આવી રહ્યો છે.
હુથી વિદ્રોહીઓ દ્વારા યુએન કર્મચારીઓની ધરપકડ
જોકે હુથીઓએ યમનના 153 યુદ્ધ કેદીઓને મુક્ત કર્યા બાદ UN માટે કામ કરતા સાત અન્ય યેમેની કર્મચારીઓને પકડી લીધા, જેના પર નારાજગી વ્યક્ત કરી છે. રેડ ક્રોસે કહ્યું કે, તે લાંબા સમયથી ચાલતા યુદ્ધનો અંત લાવવા માટે "વાટાઘાટો દ્વારા ઉકેલ લાવવા તરફના બીજા સકારાત્મક પગલા" તરીકે આ એકપક્ષીય મુક્તિનું સ્વાગત કરે છે. જોકે, હુથીઓએ યુએન કર્મચારીઓને બંધક બનાવવાનું કોઈ કારણ આપ્યું નથી. જેનાથી બધાને આશ્ચર્ય છે.